ચૂંટણી આયોગ
શ્રી અરુણ ગોયલે આજે ભારતના નવા ચૂંટણી કમિશનર (EC) તરીકેનો ચાર્જ સંભાળ્યો
प्रविष्टि तिथि:
21 NOV 2022 2:48PM by PIB Ahmedabad
શ્રી અરુણ ગોયલે આજે ભારતના નવા ચૂંટણી કમિશનર (EC) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર, જેઓ હાલમાં નેપાળમાં તેમની ચાલી રહેલી રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે છે, તેમણે વ્યક્તિગત રીતે શ્રી અરુણ ગોયલને તેમની નિમણૂક પર ફોન કરીને અભિનંદન આપ્યા હતા. ચૂંટણી પંચમાં તેમનું સ્વાગત કરતાં શ્રી કુમારે જણાવ્યું હતું કે શ્રી ગોયલનો વિશાળ અને વૈવિધ્યસભર વહીવટી અનુભવ ચૂંટણી પ્રક્રિયાને વધુ સમાવિષ્ટ, સુલભ અને સહભાગી બનાવવા માટે કમિશનના પ્રયાસોને વધુ મજબૂત કરશે.
અરુણ ગોયલ, IAS (પંજાબ કેડર - 1985 બેચ)
- ચર્ચિલ કોલેજ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, ઈંગ્લેન્ડમાંથી ડિસ્ટિંકશન સાથે વિકાસ અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક
- M.Sc. ગણિત
ભારત સરકારમાં પોસ્ટિંગ સમયગાળો
- સચિવ, ભારે ઉદ્યોગ મંત્રાલય 2020 - 2022
(ભારતમાં ઈ-વ્હીકલ મૂવમેન્ટને ટીપીંગ પોઈન્ટ સુધી ઉત્પ્રેરક)
- સચિવ, સંસ્કૃતિ મંત્રાલય - 2018 - 2019
- AS&FA, શ્રમ અને રોજગાર મંત્રાલય - 2017
- વાઈસ ચેરમેન, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી - 2015 - 2016
- સંયુક્ત સચિવ, નાણા મંત્રાલય, મહેસૂલ વિભાગ - 2012 - 2014
- સંયુક્ત સચિવ, શહેરી વિકાસ મંત્રાલય - 2011
પંજાબ સરકારમાં પોસ્ટિંગ
- અગ્ર સચિવ (પાવર અને સિંચાઈ) 2010
- અગ્ર સચિવ (આવાસ અને શહેરી વિકાસ) 2007 - 2009
- સચિવ, ખર્ચ વિભાગ 2006
- મેનેજિંગ ડિરેક્ટર, પંજાબ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ 2003 - 2005
કોર્પોરેશન
- મેનેજિંગ ડિરેક્ટર, પંજાબ વેરહાઉસિંગ કોર્પોરેશન - 2001 - 2002
- જિલ્લા ચૂંટણી અધિકારી/કલેક્ટર, લુધિયાણા - 1995 - 2000
- મેનેજિંગ ડિરેક્ટર, ચંદીગઢ ઔદ્યોગિક અને પ્રવાસન - 1994
વિકાસ નિગમ
- જિલ્લા ચૂંટણી અધિકારી/કલેક્ટર, ભટિંડા - 1993
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1877697)
आगंतुक पटल : 3265