નાણા મંત્રાલય
ઓડિટ સપ્તાહની ઉજવણી દરમિયાન 25 નવેમ્બર 2022ના રોજ અમદાવાદમાં પદયાત્રાનું આયોજન કરાયું
Posted On:
25 NOV 2022 12:41PM by PIB Ahmedabad
ભારતના પ્રથમ એકાઉન્ટન્ટ જનરલ તરીકે 16 નવેમ્બર 1860ના રોજ ચાર્જ સંભાળ્યા બાદ આ પ્રસંગે, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ દર વર્ષે 16 નવેમ્બરને ઓડિટ દિવસ તરીકે ઉજવે છે. ઓડિટ દિવસની સાથે સાથે, ઓડિટ સપ્તાહ દરમિયાન અન્ય ઘણી પ્રવૃત્તિઓ જેવી કે રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ઓડિટ ક્વિઝ, આઉટરીચ પ્રોગ્રામ વગેરેનું આયોજન કરવામાં આવે છે.

આજ ઓડિટ સપ્તાહની ઉજવણી દરમિયાન 25 નવેમ્બર 2022ના રોજ અમદાવાદમાં એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય ભારતના નિયંત્રક અને મહાલેખા પરિક્ષકની ભૂમિકા અને જવાબદારીઓ વિશે જનજાગૃતિ કેળવવાનો છે, જે ભારતની બંધારણીય અને સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે, જાહેર જવાબદારીને પ્રોત્સાહન આપવા અને સુશાસન વધારવાનો છે.

આ પદયાત્રા સાબરમતી આશ્રમથી શરૂ થઈ સરદાર પટેલ મ્યુઝિયમ ખાતે સમાપ્ત થઈ હતી. ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગની તમામ કચેરીઓ જેમ કે રેલવે, ફાઇનાન્સ એન્ડ કોમ્યુનિકેશન્સ, અમદાવાદ સ્થિત કેન્દ્રીય અને રાજ્ય ઓડિટ કચેરીઓમાંથી વિવિધ કચેરીઓમાંથી લગભગ 200 કર્મચારીઓએ પદયાત્રામાં ભાગ લીધો હતો.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1878776)