પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓની હિંમત અને સિદ્ધિઓની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
03 DEC 2022 9:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓના મનોબળ અને સિદ્ધિઓની પ્રશંસા કરી છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રી કહ્યું;
"આંતરરાષ્ટ્રીય વિકલાંગ વ્યક્તિઓના દિવસે, હું આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓના મનોબળ અને સિદ્ધિઓની પ્રશંસા કરું છું. આપણી સરકારે અસંખ્ય પહેલો હાથ ધરી છે જેણે વિકલાંગ વ્યક્તિઓ માટે તકો ઊભી કરી છે અને તેમને ઝળકવા માટે સક્ષમ બનાવ્યા છે."
"અમારી સરકાર સુલભતા પર સમાન રીતે ધ્યાન કેન્દ્રીત કરે છે, જે ફ્લેગશિપ પ્રોગ્રામ્સ અને નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાના નિર્માણમાં પ્રતિબિંબિત થાય છે. હું વિકલાંગ વ્યક્તિઓના જીવનમાં સકારાત્મક તફાવત લાવવા માટે પાયાના સ્તરે કામ કરતા તમામ લોકોના કાર્યોની પણ પ્રસંશા કરવા માગું છું. "
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1880626)
आगंतुक पटल : 307
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam