ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

આઝાદી કા અમૃત મહોત્સવ - આઇકોનિક ઇવેન્ટ્સ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં આજે સુરત, હરિપરા અને બારડોલી ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા


ગૃહ મંત્રાલય ભારતની આઝાદીના 75 વર્ષ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની યાદમાં 17 થી 23 જાન્યુઆરી, 2023 દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ - આઇકોનિક ઇવેન્ટ્સ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે

Posted On: 19 JAN 2023 6:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય ભારતની આઝાદીના 75 વર્ષ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની યાદમાં 17 થી 23 જાન્યુઆરી, 2023 દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ - આઇકોનિક ઇવેન્ટ્સ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. આ આઇકોનિક સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં આજે સુરત, હરિપરા  અને બારડોલી ખાતે વિશેષ કાર્યક્રમો યોજાઈ ગયા.

 

બારડોલી ખાતે આજે સવારે BSF માર્ચિંગ ટુકડી અને બ્રાસ બેન્ડ તેમના ભવ્ય ઔપચારિક પોશાકમાં ગૌરવ સાથે અન્ય ટુકડીઓ સાથે એક અનોખી પરેડમાં ભાગ લીધો હતો. આ કૂચને નિહાળીને લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.

 

નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ- આઇકોનિક ઇવેન્ટ્સના નેજા હેઠળ, BSF બ્રાસ બેન્ડે આજે હરિપુરા ખાતે પણ પરફોર્મ કર્યું હતું અને તેમની દેશભક્તિની પ્રસ્તુતિથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ થયા હતા.

 

આઝાદી કા અમૃત મહોત્સવ આઇકોનિક ઇવેન્ટ્સ સપ્તાહના ભાગરૂપે આજે હરીપુરામાં પ્રભાતફેરી, સાયકલ રેલી, આર્ટ ગેલેરીની મુલાકાત જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત બી. એસ. એફ. ના ઇન્સ્પેક્ટર જનરલ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

YP/GP/JD


(Release ID: 1892292) Visitor Counter : 169