રેલવે મંત્રાલય
અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-બીકાનેર એક્સપ્રેસના પરિચાલન સમયમાં અમદાવાદ ડિવિઝન પર આંશિક ફેરફાર
પોસ્ટેડ ઓન:
16 MAR 2023 5:36PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતામાં સુધારણા કરવા માટે અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-બીકાનેર એક્સપ્રેસના અમદાવાદ મંડળના કેટલાક સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે.
· 30 માર્ચ 2023 થી ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી 21:55 ના બદલે 21:45 વાગ્યે ઉપડશે અને સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22:13 /22:15. ને બદલે 22:01/22:03 રહેશે.
· 28 માર્ચ 2023 થી ટ્રેન નંબર 14708 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર એક્સપ્રેસનાઆ ગમન/પ્રસ્થાનનો સમય અમદાવાદ સ્ટેશન પર 21:40/21:55 ને બદલે 21:45/21:55 કલાક, સાબરમતી સ્ટેશન પર 22:16/22:18 કલાકને બદલે 22:14/22:16 કલાક, કલોલ સ્ટેશન પર 22:35/22:37 કલાકને બદલે 22:36/22:38 કલાક તથા મહેસાણા સ્ટેશન પર 23:24/23:26 કલાકને બદલે 23:15/23:17 કલાક રહેશે. અન્ય સ્ટેશનો પર આ ટ્રેનોના પરિચાલનસમય યથાવત રહેશે.
યાત્રીઓને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પ્રવાસ કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ અવલોકન શકે છે.
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1907647)
મુલાકાતી સંખ્યા : 146