યુવા બાબતો અને રમત મંત્રાલય
G20 સમિટના યજમાનપદની ઉજવણીના ભાગરૂપે આજે આઇ ટી આઇ, વાઘડીયા ખાતે યોજાયો યુવા ઉત્સવ
કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા કેન્દ્ર સરકારનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ વિષય પર ચિત્ર પ્રદર્શન યોજાયું
प्रविष्टि तिथि:
17 MAR 2023 3:30PM by PIB Ahmedabad


યુવાઓમાં રહેલી સર્જન શક્તિનો પરિચય કરાવવા તેમજ તેઓનું કૌશલ્ય નિખારવા માટે યુવા બાબતોના મંત્રાલયનાં માર્ગદર્શન હેઠળ નેહરુ યુવા કેન્દ્ર, નર્મદા દ્વારા આઇ ટી આઇ વાઘડીયા ખાતે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ, નર્મદા શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, નેહરુ યુવા કેંદ્ર, ગુજરાતનાં રાજ્ય નિદેશક શ્રીમતી મનીષાબેન શાહ સહિતનાં અતિથિ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં જેવી કે ફોટોગ્રાફી, વકતૃત્વ, ચિત્રકલા, કવિતા લેખન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો.

યુવા ઉત્સવ દરમિયાન કેન્દ્રીય સંચાર બ્યૂરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર, સુરત દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ - સંકલ્પથી સિધ્ધિ વિષય પર એક દિવસીય પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. સાથે જ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેમ કે મહિલા અને બાળવિકાસ, જિલ્લા ઉદ્યોગ કેંદ્ર, જિલ્લા રોજગાર કચેરી, આર ટી ઓ, વિવિધ એનજીઓ પોતાના વિભાગની કામગીરી અંગે અહીં તૈયાર કરેલા સ્ટોલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1907982)
आगंतुक पटल : 186