ગૃહ મંત્રાલય
એ/100 બટાલિયન આરએએફ-સીઆરપીએફ દ્વારા જાણુ ગામમાં યુવાઓને દેશની રક્ષા માટે પ્રોત્સાહિત કરાયા
Posted On:
06 APR 2023 7:17PM by PIB Ahmedabad
એ/100 બટાલિયન આરએએફ-સીઆરપીએફ દ્વારા જાણુ ગામમાં યુવાઓને દેશની રક્ષા માટે તા. 5 એપ્રિલ, 2023ના રોજ એઓએલ 100 બટાલિયન કમાન્ડન્ટ સમીર કુમાર રાવ, કમાન્ડન્ટ ગોવિંદ પ્રસાદ ઉનિયાલ તથા સહ કમાન્ડન્ટ રાજેશ કુમાર તિવારીના કુશળ માર્ગદર્શન હેઠળ દત્તક લીધેલા ગામ જાણુના યુવાનોને દેશની રક્ષા માટે પ્રોત્સાહિત કરાયા અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ સાથે વૃક્ષારોપણ તથા સ્વચ્છતા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજેશ કુમાર તિવારીએ આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામીણોને સંબોધિત પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામ્યજનો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સરપંચ ધનસુખભાઈ, ઉપસરપંચ વિષ્ણુભાઈ પટેલ, પ્રાથમિક શાળા આચાર્ય તક્ષેશભાઈ તેમજ સામાજિક કાર્યકર્તા પીયુષ સોલંકીએ સહયોગ આપ્યો હતો.
YP/GP/JD
(Release ID: 1914400)