રેલવે મંત્રાલય
વાસદ - રનોલી સ્ટેશનો પર 08 એપ્રિલ 2023ના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે
प्रविष्टि तिथि:
07 APR 2023 5:47PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના વડોદરા - આણંદ રેલ વિભાગ ના વાસદ અને રનોલી સ્ટેશન વચ્ચે સ્થિત બ્રિજ નંબર 624 પર 8 એપ્રિલ 2023 (શનિવાર) ના રોજ મેન્ટેનન્સ કામગીરી માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે જેના લીધે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે અને કેટલીક ટ્રેનો આંશિક રૂપે રદ્દ રહેશે. તથા કેટલીક ટ્રેનો રેગ્યુલેટ (લેટ) થશે.
રદ્દ કરાયેલી ટ્રેનો :
• ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.
આંશિક રીતે રદ્દ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે રદ્દ રહેશે.
રૂટ પર રેગ્યુલેટેડ ટ્રેનો:
• ટ્રેન નંબર 16507 જોધપુર - બેંગલુરુ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે.
• ટ્રેન નંબર 12473 ગાંધીધામ - શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ 20 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે.
રેલ મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1914674)
आगंतुक पटल : 167