સંસ્કૃતિ મંત્રાલય
કેન્દ્રીય જળ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ગુજરાતના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શ્રી કુંવરજીભાઈ બાવળિયા શિવપૂજા કરી ધન્ય બન્યા
તંજાવુર સ્ટેટશ્રી મહારાજા બાબાજી રાજા ભોંસલેએ સજોડે સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાપૂજાનો લ્હાવો લીધો
સોમનાથ મંદિર સ્થાપના દિને પાલખી યાત્રા, ધ્વજા પૂજન, પાઘ પૂજન અને પ્રસાદ થાળ અર્પણ સાથે મંત્રી શ્રી એ કરી મહાપૂજા
प्रविष्टि तिथि:
25 APR 2023 4:22PM by PIB Ahmedabad
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન સોમનાથની પાવન ધરા પર આવેલા કેન્દ્રીય જળ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ગુજરાતના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને તંજાવુર સ્ટેટશ્રી મહારાજા બાબાજી રાજા ભોંસલેએ વિક્રમ સવંત અનુસાર સોમનાથ મંદિરના સ્થાપના દિને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો.

મંદિરમાં તંજાવુર સ્ટેટ મહારાજા બાબાજી રાજા ભોંસલેએ તથા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સજોડે અને મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સોમનાથ મહાદેવની મહાપૂજા કરી હતી.
સોમનાથ મંદિર સ્થાપના દિવસ નિમિતે સર્વે મહાનુભાવોએ પાલખી યાત્રા, ધ્વજા પૂજન, પાદ પૂજન અને પ્રસાદ થાળ અર્પણ કરી શિવ આરાધના કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા, પ્રાંત અધિકારીશ્રી બાટી, સોમનાથ મંદિર સેક્રેટરીશ્રી યોગેન્દ્ર દેસાઈ તથા પદાધિકારી/અધિકારીશ્રીઓ અને અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1919498)
आगंतुक पटल : 181