માહિતી અને પ્રસારણ મંત્રાલય
I&B મંત્રાલયે ચક્રવાત "બિપરજોય" પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં સામેલ મીડિયા કર્મચારીઓની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી; એડવાઈઝરી બહાર પાડી
મંત્રાલયે મીડિયા સંસ્થાઓને તૈનાત કર્મચારીઓની સુરક્ષા અને સલામતી સાથે સમાધાન ન કરવા, પુષ્કળ સાવચેતી રાખવા વિનંતી કરી
प्रविष्टि तिथि:
15 JUN 2023 12:02PM by PIB Ahmedabad
વિવિધ મીડિયા સંસ્થાઓના વિવિધ પત્રકારો, કેમેરામેન અને અન્ય કર્મચારીઓની સલામતી અને સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા, ખાસ કરીને "બીપરજોય" ચક્રવાતને આવરી લેતી ખાનગી ટીવી ચેનલો સંદર્ભે માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે આવી તમામ ચેનલોને ચક્રવાત પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે કર્મચારીઓ તૈનાત કરવા માટે એક એડવાઈઝરી જારી કરી છે.
મંત્રાલયે ચેતવણી આપી છે કે ગ્રાઉન્ડ લેવલ પરથી રિપોર્ટિંગ આ ઘટનાના રિપોર્ટિંગ માટે ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો દ્વારા તૈનાત કરાયેલા પત્રકારો અને કેમેરામેન અને અન્ય કર્મચારીઓની સલામતી અને સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. મંત્રાલયે એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે આવા ગ્રાઉન્ડ રિપોર્ટિંગથી તૈનાત વિવિધ કર્મચારીઓના જીવ જોખમમાં આવી શકે છે.
મંત્રાલયે મીડિયા સંસ્થાઓને ભારપૂર્વક સલાહ આપી છે કે તેઓ પ્રભાવિત થઈ શકે તેવા વિસ્તારોમાં તેમના કર્મચારીઓની તૈનાતી બાબતે પુષ્કળ સાવચેતી અને યોગ્ય કાળજી રાખે. તેમણે એવી પણ ભારપૂર્વક ભલામણ કરી છે કે કોઈ પણ સંજોગોમાં સંસ્થાએ આવા કર્મચારીઓની તૈનાતી માટે એવા નિર્ણયો લેવા જોઈએ નહીં કે જેનાથી મીડિયા કર્મચારીઓની સલામતી અને સુરક્ષા સાથે ચેડા થાય અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવતી સાવચેતીઓનું પાલન કરવામાં આવે.
ચક્રવાત "બિપરજોય" દેશના પશ્ચિમ કિનારે ત્રાટકે તેવી ધારણા છે જે વિવિધ પરિમાણોમાં વિક્ષેપ પેદા કરે તેવી શક્યતા છે. મંત્રાલયે લોકોને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ચક્રવાતની અસરને ઓછી કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1932519)
आगंतुक पटल : 263
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil