ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
HDPE પાઈપની ઉત્પાદન કંપની પર ભારતીય માનક બ્યુરોના દરોડા
Posted On:
11 JUL 2023 5:28PM by PIB Ahmedabad
ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરોના માન્ય લાયસન્સ વિના આઈએસઆઈ માર્ક લાગેલી HDPE પાઈપના ઉત્પાદનમાં સંડોવાયેલ માહિતની આધારે તા. 6 જુલાઈ, 2023ના રોજ હિંમતનગર જિલ્લો સાબરકાંઠમાં કાર્યરત મેસર્સ ગ્રીનટેક પોલીપ્લાસ્ટ, હાજીપુર, હિંમતનગર પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન આઈએસઆઈ માર્ક લાગેલી લગભગ 1000 મીટર એચડીપીઈ પાઈપો જપ્ત કરવામાં આવી.

ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નનો ઉપયોગ કરવાવાળાની વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવી છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે લાયસન્સ વિના ભારતીય માનક બ્યુરો (આઈએસઆઈ) માર્કનો દુરુપયોગ કરતા હોય છે. ભારતીય માનક બ્યુરોની અમદાવાદ શાખા સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલી કે કરેલી ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય તો તે એના વિશે પ્રમુખ ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014 ફોન નં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદ ને ahbo@bis.gov.in અથવા પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1938725)