સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયા 14મી જુલાઈ, 2023ના રોજ ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે સ્વસ્થ ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીઓ, ડૉ. ભારતી પ્રવિણ પવાર, પ્રો. એસ.પી. સિંહ બઘેલ, અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાં હાજરી આપે તેવી અપેક્ષા છે
Posted On:
12 JUL 2023 2:16PM by PIB Ahmedabad
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ મનસુખ માંડવિયા 14મી જુલાઈ, 2023ના રોજ ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે સ્વસ્થ ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કરશે. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર સાથે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બે દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રો. એસ.પી. સિંહ બઘેલ ઉપસ્થિત રહેશે. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ તેમજ આરોગ્ય મંત્રાલય અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં જોડાય તેવી અપેક્ષા છે.
સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના 14મા અધિવેશનના એક્શન ટેકન રિપોર્ટના ટેબલિંગ સાથે બે દિવસીય કાર્યક્રમની શરૂઆત થશે. તે પછી આજે ભારતમાં આરોગ્યસંભાળના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા સત્રો યોજાશે. આ સત્રો આયુષ્માન ભારતના ચાર પાસાઓને ઉજાગર કરશે, જેમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY), આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM), આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો તેમજ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM)નો સમાવેશ થાય છે.
વિષયોનું સત્ર રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ, ઓરી, રૂબેલા નાબૂદી અને ભારતમાં PCPNDT કાયદાના અમલીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. આ સત્રો જાહેર આરોગ્ય વ્યવસ્થાપન કેડરની ભૂમિકા તેમજ દેશમાં મેડિકલ, નર્સિંગ અને સંલગ્ન આરોગ્ય શિક્ષણની સ્થિતિ પર પ્રકાશ પાડશે.
નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ તેમજ ડિસ્ટ્રિક્ટ રેસીડેન્સી પ્રોગ્રામ પર પણ ચર્ચા કરવામાં આવશે. વધુમાં, સત્રો બિન-ચેપી રોગો અને સિકલ સેલ રોગના ભારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સ્વસ્થ ચિંતન શિબિર દેશમાં આરોગ્યસંભાળના પડકારોના ઉકેલો પર પહોંચવાના ઉદ્દેશ્ય સાથે હિતધારકો સાથે ઇન્ટરેક્ટિવ સત્રો કરશે, તેમજ તંદુરસ્ત રાષ્ટ્ર બનાવવાની તકોનો ઉપયોગ કરશે.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1938943)