માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

બનાસકાંઠા ના દાંતીવાડા ખાતે ‘નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’નાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદ યોજાઇ


નવી શિક્ષણ નીતિ-2020 થકી બાળકોનો સર્વાંગી વિકાસ થશે : કેન્દ્રીય વિદ્યાલય આચાર્ય શ્રી એન એન મીના.

નવી શિક્ષણ નીતિ દ્વારા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ સાથે રચનાત્મક વિકાસ પણ થશે તેમજ નવી શિક્ષણ નીતિ

નવી સદી માટે સાનુકૂળ બની રહેશે : કેન્દ્રિય વિદ્યાલય ના પ્રભારી આચાર્યશ્રી રૂપકીશોર ચૌધરી

નવી શિક્ષણ નીતિ શિક્ષણ ની સાથે વિદ્યાર્થીઓ ની વિશેષ પ્રતિભા ને ખીલવશે : રાજીવકુમાર શર્મા , પ્રધાન આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય , દાંતીવાડા

Posted On: 27 JUL 2023 5:58PM by PIB Ahmedabad

આજરોજ કેન્દ્રીય વિદ્યાલય, બી એસ.એફ કેમ્પસ , દાંતીવાડા ખાતે નવી શિક્ષણ નીતિ-2020નાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં નવી શિક્ષણ નીતિ અમલમાં આવ્યાને ત્રણ વર્ષ થવા પર સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ કામગીરી અને નવી નીતિથી ગુણવત્તાયુક્ત  શિક્ષણને સુનિશ્ચિત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

   

જવાહર નવોદય વિદ્યાલયના પ્રભારી આચાર્ય શ્રી એ જણાવ્યું કે નવી શિક્ષણ નીતિ થકી ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં વિષય પસંદગી કરવાની સુગમતા રહેશે. કોઈ વિદ્યાર્થીને સાયન્સની સાથે કોમર્સના કોઈ વિષયનો અભ્યાસ કરવો હોઈ તો પણ કરી શકે તેવી દિશામાં નવી શિક્ષણ નીતિ છે.

પ્રાચાર્યશ્રીઓ તેમજ વકાતાઓને નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂરા થવાની સાથે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ નો ઉદ્દેશ્ય ભણતર ના નામે બાળકો ને માનસિક ભાર ઓછો કરવાની સાથે કૌશલ વિકાસ પર ભાર મૂકવામાં આવશે

મીડિયા સાથે સંવાદ કરતા વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓ શિક્ષણને રચનાત્મક રીતે પ્રાપ્ત કરે અને નિયત અભ્યાસક્રમની સાથે રૂચિ મુજબના વિષયો અને કૌશલ્યમાં મહારથ હાંસલ કરે તેવી ભવિષ્યલક્ષી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે બાળકો ધો.1 થી જ મૂલ્યનિષ્ઠ અને સર્વાંગી શિક્ષણ મેળવે, શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં પણ રસ લે એ આ શિક્ષણનીતિનો પાયાનો ઉદ્દેશ છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના ત્રણ વર્ષ પૂર્ણ થતાં તેના હકારાત્મક પરિવર્તનોથી અવગત કરાવતા પ્રાચાર્યશ્રીએ કહ્યું કે, હાલમાં 10+2+3 મુજબ શૈક્ષણિક પદ્ધતિના સ્થાને હવે 5+3+3+4 નું નવું માળખું અમલી બનશે. હાલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે  પણ લાગુ કરવામાં આવશે. ઉપરાંત, શાળાના વાતાવરણ સાથે બાળકો અનુકૂલન સાધી શકે તે માટે  બાળકના ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ બાલવાટિકામાં તેમજ 5 વર્ષનું થયા પછી ધો-1માં પ્રવેશ આપવામાં આવશે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ, રમત, વાર્તા, જ્ઞાનગમ્મત સાથે બે ભિન્ન વિષયોને એકબીજા સાથે એકીકૃત કરી (દા.ત. હિન્દીને ગણિત સાથે જોડવી) શિક્ષણ આપવા ઉપરાંત શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જોડાણ સ્થાપિત થાય તેવા શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની રૂચિ મુજબના વિષયોનો અભ્યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે. ભણતર પર ભાર મૂકવાથી પાઠ્યપુસ્તકો પરની નિર્ભરતા ઘટશે. ઉપરાંત ભવિષ્યમાં જે ક્ષેત્રમાં ઉજ્જવળ તક રહેલી છે, તેમાં ઝંપલાવવા કૌશલ્યવર્ધનને વણી લેવામાં આવ્યું છે. વર્ષ 2030 સુધીમાં ધો. 1 થી 10માં 100 ટકા નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વધુમાં શિક્ષણનીતિથી વિદ્યાર્થીઓમાં દક્ષતા કેળવાય અને અનુભવ આધારિત શિક્ષણ મળે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે એમ જણાવી ભારત વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

શિક્ષણ નીતિને પારદર્શક બનાવવી, ટેક્નોલોજીનો બને તેટલો ઉપયોગ કરવો. સર્વગ્રાહી મૂલ્યાંકન, વિવિધ ભાષાઓ શીખવવી, બાળકોના વિચારોને સર્જનાત્મક અને તાર્કિક બનાવવાના નવી શિક્ષણનીતિના લક્ષ્યો જણાવી તેના થકી મલ્ટી ડિસીપ્લીનરી શિક્ષણની સંકલ્પના સાકાર થશે એમ ઉમેર્યું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રિય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય, દાંતીવાડા ના સમસ્ત શિક્ષકગણ  સીબીસી અને પી.આઈ.બી. ના ફિલ્ડ પબ્લિસિટી ઓફિસરશ્રી જે. ડી ચૌધરી જે જેઓએ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને નવી શિક્ષણ નીતિ-2020 ની પૂર્વભૂમિકા ની જાણકારી આપી હતી આ ઉપરાંત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

CB/JC/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1943331)