માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેન્દ્રીય વિદ્યાલય દ્વારકા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ની ત્રીજી વર્ષગાંઠ ની ભવ્ય ઉજવણી સાથે યોજાઈ પત્રકાર પરિષદ
વિધાર્થીઓમાં સમજણ અને સંખ્યા સાથે વાંચનમાં નિપુણતા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પહેલ
Posted On:
28 JUL 2023 3:54PM by PIB Ahmedabad
દ્વારકા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ની ત્રીજી વર્ષગાંઠ ની ભવ્ય ઉજવણી સાથે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ આમંત્રિતો, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ- અભિયાન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી રમેશ પાંડે, આચાર્ય, KV No. 2 જામનગર, અને શ્રી શૈલેન્દ્ર સિંઘ, આચાર્ય જે એન વી, દ્વારકાએ NEP-2020 ના ઉદ્દેશ્યો અને KVS દ્વારા લેવામાં આવેલી પહેલો તેમજ તમામ શાળાઓમાં અસરકારક રીતે અમલીકરણ કરવા માટે N E P – 2020 ના મહત્વ અને જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
શ્રી જી. જે.ચૌધરી, I/c પ્રિન્સિપાલ, કે.વી.ઓખા અને શ્રી. એસ.એલ. વર્મા I/c પ્રિન્સિપાલ કે. વી. દ્વારકાએ N E P – 2020 માં જોગવાઈ કરાયેલ મુખ્ય ફેરફારોને પ્રકાશિત કર્યા. બધા વક્તાઓએ શાળા - પ્રવેશ વયના પુનર્નિર્માણ, NIPUN જેવી મુખ્ય પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. બાલવાટિકાનો પરિચય, વિદ્યા – પ્રવેશ, NCF FS, કૌશલ્ય વિકાસ, શિક્ષણશાસ્ત્ર, શિક્ષકો ને નવલ તાલીમ, વિદ્યાંજલિ પોર્ટલ, P.M. e – Vidhya - એક રાષ્ટ્ર - એક ડિજિટલ પ્લેટફોર્મ અને વિદ્યાર્થીઓને વધુ સારું શૈક્ષણિક વાતાવરણ - જેવાં નવી શિક્ષણ નીતિ ના મહત્વના મુદ્દાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
વક્તાઓએ વધુ માહિતી આપતા જણાવ્યું કે વિધાર્થીઓમાં સમજણ અને સંખ્યા સાથે વાંચનમાં નિપુણતા માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પહેલ કરાઈ છે.સાથે પ્રી- વોકેશનલ કૌશલ્યો જેમ કે સુથારીકામ, ઇલેક્ટ્રિશિયન, માટીકામ સહિત વિદ્યાર્થીઓની રુચિ મુજબ ના વિષયોને સમાવિષ્ટ કરવામાં આવેલા છે.વિધાર્થીઓ એ પણ નવી શિક્ષણ નીતિ માટેના પોતાના પ્રતિભાવો આપ્યા હતાં.વિદ્યાર્થીઓએ આ નીતિ નાં ત્રણ વર્ષ ને આવકારતા પોસ્ટર લગાવી અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કર્યો હતો.
CB/GP/RR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1943671)