પ્રધાનમંત્રીનું કાર્યાલય
આપણી લાઈબ્રેરીઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ભાર મુકવાથી વાંચનના મહત્વ અંગે જાગૃતિ ફેલાશેઃ પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
06 AUG 2023 7:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણી લાઈબ્રેરીઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને સર્જનાત્મક લેખનને પ્રોત્સાહન આપવા પર ભાર મુકવાથી ખાસ કરીને યુવાનોમાં વાંચનના મહત્વ અંગે જાગૃતિ ફેલાશે.
શ્રી મોદીએ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા આજે નવી દિલ્હીમાં ફેસ્ટિવલ ઓફ લાયબ્રેરિઝ 2023ના ઉદ્ઘાટન પર પણ ખુશી વ્યક્ત કરી હતી..
રાજા રામમોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશનના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આવા પ્રયાસો ખાસ કરીને યુવાનોમાં વાંચનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવશે. અમારી લાઈબ્રેરીઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને સર્જનાત્મક લેખનને વેગ આપવા પર ભાર મૂક્યો તે જોઈને આનંદ થયો.”
CB/GP/JD
(रिलीज़ आईडी: 1946234)
आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam