સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
CCA (કંટ્રોલર ઓફ કૉમ્યૂનિકેશન, ગુજરાત) દ્વારા પ્રાયોજિત, SAC ISRO, GUJCOST અને સાયન્સ સિટીના સહયોગથી મિશન ચંદ્ર સાયન્સ સ્પર્ધાનુ આયોજન ગુજરાત સાયન્સ સિટી ખાતે કરવામાં આવ્યું
Posted On:
20 AUG 2023 7:08PM by PIB Ahmedabad
CCA (કંટ્રોલર ઓફ કૉમ્યૂનિકેશન, ગુજરાત) દ્વારા પ્રાયોજિત. SAC ISRO, GUJCOST અને સાયન્સ સિટીના સહયોગથી મિશન ચંદ્ર સાયન્સ સ્પર્ધાનુ આયોજન ગુજરાત સાયન્સ સિટી ખાતે કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી ખગોળશાશ્ત્રમાં રસ ધરાવતા એંજીનિયરીંગના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો.

મિશન ચંદ્રનો ગઈકાલે 19મી ઓગસ્ટે સાયન્સ સિટીમાં પ્રારંભિક રાઉન્ડ હતો.
ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ સાથેની 80 થી વધુ ટીમોએ તેમના ડિજિટલ 3D મોડલ સાથે એકબીજાની વચ્ચે સ્પર્ધા કરી.

અમારી સાથે હવે 10 વિજેતાઓ છે, જે
1. 23મી ઓગસ્ટે SAC ISRO તરફથી ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ઉતરાણનું સાક્ષી બનશે.
2. દરેકને 5k રોકડ ઇનામ મેળવવું.
3. પ્રમાણપત્રો.
ત્યારબાદ તેઓએ ગઈકાલે રજૂ કરેલા ડીજીટલ મોડલનું ભૌતિક મોડલ લોન્ચ વ્હીકલ, લેન્ડર અથવા રોવરનું બનાવશે અને 25મી સપ્ટેમ્બરે યોજાનાર અંતિમ રાઉન્ડમાં સ્પર્ધા કરશે.

CB/GP/JD
(Release ID: 1950638)