પ્રધાનમંત્રીનું કાર્યાલય
નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
प्रविष्टि तिथि:
10 SEP 2023 7:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બર 2023ના રોજ G20 સમિટની સાથે સાથે, નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન માર્ક રુટ્ટે સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
પ્રધાનમંત્રી રુટેએ ભારતના G20 પ્રેસિડન્સી અને સમિટની સફળતા માટે પ્રધાનમંત્રી શ્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ચંદ્રયાન મિશનની સફળતા માટે ભારતને પણ અભિનંદન પાઠવ્યા અને ચંદ્ર પરના આદિત્ય મિશન માટે શુભેચ્છાઓ પાઠવી.
બંને નેતાઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, સ્વચ્છ ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર્સ, સાયબર અને ડિજિટલ ટેક્નોલોજી સહિત અન્ય ક્ષેત્રોમાં સહકાર સહિત તેમની દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી.
ચર્ચામાં પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1956097)
आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam