પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીની યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે મુલાકાત

प्रविष्टि तिथि: 10 SEP 2023 7:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G20 સમિટની સાથે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ શ્રીમાન ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ કુ. ઉર્સુલા વોન ડેર લેયેન સાથે મુલાકાત કરી હતી.

બંને મુલાકાતીઓએ ભારતના G20 પ્રેસિડેન્સીની સફળતા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

ચર્ચાઓ ભારત - EU વ્યૂહાત્મક ભાગીદારી, આગામી ભારત - EU સમિટ, ચાલુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટો, આબોહવા પરિવર્તન અને LiFE, ડિજિટલ ટેક્નોલોજી અને ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (TTC) સહિત વિવિધ પાસાઓ પર કેન્દ્રીત કરવામાં આવી હતી.

નેતાઓએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર વિશે પણ ચર્ચા કરી હતી જે 9 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેઓને લાગ્યું કે કોરિડોરનો ઝડપી અમલીકરણ થવો જોઈએ. પ્રધાનમંત્રીએ કોરિડોર હેઠળ સોલાર પ્રોજેક્ટ્સની શક્યતાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

CB/GP/JD


(रिलीज़ आईडी: 1956137) आगंतुक पटल : 256
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam