આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
એક તારીખ એક કલાક એક સાથે
કેન્દ્રીય મંત્રી હરદીપ એસ પુરીએ દિલ્હીના કોપરનિકસ માર્ગ પર સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કર્યું
Posted On:
01 OCT 2023 2:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન માટે કરેલી અપીલને પગલે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ આજે અહીં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનના ભાગરૂપે 'સ્વચ્છતા માટે શ્રમદાન' કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મંત્રીએ નવી દિલ્હીના કોપર્નિકસ માર્ગ પર પ્રિન્સેસ પાર્કમાં સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. સફાઈ કામદારો, વિદ્યાર્થીઓ, આ વિસ્તારના રહેવાસીઓ તેમજ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ આ અભિયાનમાં જોડાયા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પરની એક પોસ્ટમાં મંત્રીએ જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્વચ્છતા હી સેવાના આહ્વાનથી પ્રેરિત થઈને, કોપર્નિકસ માર્ગ પર પ્રિન્સેસ પાર્કમાં કામચલાઉ વસાહતના રહેવાસીઓ સાથે ગાર્બેજ ફ્રી ઇન્ડિયા માટે એક કલાક શ્રમદાન માટે જોડાયા હતા."
આ મહિનાની શરૂઆતમાં, દરમિયાન 'મન કી બાત'ના 105મા એપિસોડ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતીની પૂર્વસંધ્યાએ શ્રદ્ધાંજલિ ('સ્વચ્છાંજલિ') તરીકે ઉલ્લેખ કરીને તમામ નાગરિકોને "સ્વચ્છતા માટે એક કલાકના શ્રમદાન"માં સહભાગી થવા વિનંતી કરી હતી.
કોપર્નિકસ માર્ગ, નવી દિલ્હી ખાતે સ્વચ્છતા અભિયાનની ઝાંખીઓ:



CB/GP/JD
(Release ID: 1962775)