મંત્રીમંડળ
મંત્રીમંડળે તેલંગાણા રાજ્યમાં સમમક્કા સરક્કા સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના માટે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અધિનિયમ, 2009માં સંશોધનને મંજૂરી આપી
प्रविष्टि तिथि:
04 OCT 2023 4:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સંશોધન), બિલ, 2023 નામના ખરડાને સંસદમાં રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે, જેનો ઉદ્દેશ આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ2014 (2014ના નંબર 6)ની 13મી અનુસૂચિમાં પ્રદાન કર્યા મુજબ તેલંગાણા રાજ્યમાં મુલુગુ જિલ્લામાં સમમક્કા સારક્કા કેન્દ્રીય આદિવાસી વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અધિનિયમ, 2009માં સંશોધન કરવાનો છે.
આ માટે 889.07 કરોડના ભંડોળની જોગવાઈ કરવામાં આવશે. નવી યુનિવર્સિટીથી રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની પ્રાપ્યતા વધશે અને ગુણવત્તા સુધરશે એટલું જ નહીં પરંતુ રાજ્યમાં આદિવાસી વસ્તીના લાભાર્થે આદિજાતિ કલા, સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાન પ્રણાલીમાં શિક્ષણ અને સંશોધનની સુવિધાઓ પૂરી પાડીને ઉચ્ચ શિક્ષણ અને આગોતરા જ્ઞાનના માર્ગોને પણ પ્રોત્સાહન મળશે. આ નવી યુનિવર્સિટી વધારાની ક્ષમતા પણ ઊભી કરશે અને પ્રાદેશિક અસંતુલન દૂર કરવા પ્રયત્નશીલ રહેશે.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1964161)
आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam