પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારતના લોકો આ મુશ્કેલ ઘડીમાં ઈઝરાયેલની સાથે મક્કમતાથી ઉભા છે: પ્રધાનમંત્રી શ્રી

प्रविष्टि तिथि: 10 OCT 2023 4:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના ઈઝરાયેલના સમકક્ષ બેન્જામિન નેતન્યાહુને તેમના દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિ વિશે અપડેટ કરવા બદલ આભાર માન્યો હતો.

આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરતા પ્રધાનમંત્રી શ્રીએ આ મુશ્કેલ સમયે ઈઝરાયેલ સાથે એકતાની ભાવના વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

"હું વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનો તેમના ફોન કૉલ અને વર્તમાન પરિસ્થિતિ અંગે અપડેટ આપવા બદલ આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સખત અને સ્પષ્ટપણે વખોડે છે."

CB/GP/JD


(रिलीज़ आईडी: 1966289) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam