પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હરિયાણાના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
01 NOV 2023 12:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે હરિયાણાના લોકોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે "હરિયાણાએ હંમેશા કૃષિ અને સંરક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે." તેમણે નવીનતાના ક્ષેત્રમાં હરિયાણાના યુવાનો દ્વારા કરાયેલી પ્રગતિની પણ પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"રાજ્યના સ્થાપના દિવસ પર હરિયાણાના મારા પરિવારના તમામ સભ્યોને મારી હાર્દિક શુભેચ્છાઓ. આ રાજ્યે હંમેશા કૃષિ અને સંરક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અહીંના યુવાનો પણ નવીનતામાં વિશ્વમાં પોતાનો ધ્વજ લહેરાવી રહ્યા છે. મારી ઈચ્છા છે કે આ રાજ્ય વિકાસના દરેક પેરામીટર પર નવા રેકોર્ડ બનાવતું રહે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1973673)
आगंतुक पटल : 151