રેલવે મંત્રાલય
જાહેર જનતા અને સુરતથી રેલવે દ્વારા પ્રવાસ કરતાં નાગરિકોને રેલવે મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની જાહેર અપીલ
प्रविष्टि तिथि:
11 NOV 2023 7:23PM by PIB Ahmedabad
સુજ્ઞ સુરતીજનો રેલવે તંત્ર દ્વારા વિકાસ સાથે સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન અને વ્યવસ્થા રાખે જ છે, દિવાળીના તહેવારો પ્રસંગે ટ્રેનોની સંખ્યા વધારા સાથે સુરક્ષાની દ્રષ્ટિથી પણ તંત્રએ અને પોલીસ તંત્ર દ્વારા પ્રયાસ થાય જ છે. આ વર્ષના સૌથી મોટા તહેવાર પ્રસંગે પોતાના ઘરે જવા પરિવારને મળવા દરેકની ઈચ્છા હોવી સ્વાભાવિક છે પરંતુ ટ્રેનના સમયને ધ્યાને રાખી વધુ પડતા વહેલ સ્ટેશને પહોંચવા કે પેનિક કરવા કરતાં આપણે તંત્ર અને રેલવે પોલીસ, પોલીસ તંત્ર તેમજ ગૃહ ખાતાને સહકાર આપીએ તો આ તહેવાર આપણે સૌ પરિવાર અને સંબંધીઓ સાથે આનંદથી ઉજવી શકીશું આ દિવસોમાં રેલવે તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ નીચે મુજબ છે. તેનો લાભ લઈ આનંદ અને ઉત્સાહ તેમજ સુરક્ષા સલામતીથી પ્રવાસ કરીએ


સુરત અને ઉધના સ્ટેશન પર ભીડનું સંચાલન કરવા માટે રેલવે દ્વારા નીચેના પગલાં લેવામાં આવ્યા છે.
- તહેવારોની મોસમ દરમિયાન વિશેષ ટ્રેનોનું આયોજન અને ચલાવવામાં આવે છે. દાખલા તરીકે, 10/11/2૩ના રોજ મુબઈ વિભાગ દ્વારા 8વિશેષ ટ્રેનો દેશની જુદી જુદી દિશામાં ચલાવવામાં આવી હતી જે કાં તો સુરત વિસ્તારમાંથી નીકળી હતી અથવા ત્યાંથી પસાર થઈ હતી. જે ગયા વર્ષની સરખામણીએ વધારે છે. જ્યારે માત્ર 5 સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. એવી અપેલા રાખવામાં આવે છે. કે આ ટ્રેની લગભગ 25000 મુસાફરોને સગવડ પૂરી પાડશે.
- એ જ રીતે 11મી નવેમ્બરે - 4 વિશેષ ટ્રેન ચલાવવાનું આયોજન છે. આમાં UDN-MFP સોશિયલનો પણ સમાવેશ થાય છે જ્યાં વધુ મુસાફરોને સમાવી શકાય તે માટે બિનઆરક્ષિત એગમેન્ટમાં વધારો કર્યો છે.
- વિસ્તૃત પ્રતીક્ષા સૂચિને માફ કરવા અને ટ્રેનોની ક્ષમતા વધારવા માટે નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવ્યા છે.
- બુકિંગ ઓફિસ પર લાંબી કતાર ઘટાડવા મુસાફરોને વધારાની બુકિંગ સુવિધા આપવામાં આવે છે - સુરત ખાતે, ૩ કાઉન્ટર અને 9 શિફ્ટ વધારાની ઉમેરવામાં આવી છે. તેથી, 07.11.2023 પહેલા 29 શિફ્ટવાળા 11 કાઉન્ટરોની સરખામણીમાં હવે 38 શિફ્ટ માટે 14 કાઉન્ટર છે. વધુમાં, ત્યાં 3 ATM અને 3 ફેસિલિટેટર છે. જ્યારે UDN પર, 2 કાઉન્ટર અને 4 શિફ્ટ વધારાની કાર્યરત છે. તેથી હવે 7 કાઉન્ટર્સની સરખામણીમાં 13 શિફ્ટ સાથે 09 કાઉન્ટર છે અને 07.11.,2023 પહેલાં 9 શિફ્ટ છે. UDN પર 01 ATVM અને 01 ફેસિલિટેટર છે.
- ટ્રેનોના સંચાલન અંગેની માહિતી વિશે મુસાફરોને માર્ગદર્શન આપવા સ્ટેશન પર નિયમિત જાહેરાતો કરવામાં આવી રહી છે.
- કોમર્શિયલ સ્ટાફ એટલે કે, CMI, Dy SS (Com) પરિસ્થિતિની નિયમિત દેખરેખ માટે સ્ટેશન પર છે અને કોઈપણ અસામાન્ય પરિસ્થિતિમાં મદદ પૂરી પાડે છે.
- પશ્ચિમ રેલવે વિવિધ સ્થળો માટે રૂસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની 33 જોડીની કુલ 10 ટ્રિપ્સ ચલાવી રહી છે. ઉપરાંત, વધેલી માંગને પહોંચી વળવા માટે 13 સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે.
- એ જ રીતે, સુરત-ઉધના અથવા ભેસ્તાનમાંથી લગભગ 17 જોડી ટ્રેનો પસાર થઇ રહી છે.
- WRની, આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોએ 6.60 લાખથી વધુ મુસાફરોને લાભ આપ્યો છે.
- આમ ફરી એકવાર નાટકો અને પદ્મમીઓને અપીલ છે કે તંત્રને સાથ સહકાર આપી સુરક્ષિત પ્રવાસ કરીએ.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1976423)
आगंतुक पटल : 161