માહિતી અને પ્રસારણ મંત્રાલય
ગુજરાતમાં દાદરા નગર હવેલી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દેડિયાપાડા તાલુકાના ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જબરદસ્ત પ્રતિસાદ
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી ગ્રામજનોને યોજનાકીય લાભ અને માહિતી મળી
Posted On:
17 NOV 2023 8:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઝારખંડમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યા પછી ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓ-કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યાત્રા પહોંચતા તેને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે.

ગુજરાતમાં દાદરા નગર હવેલી જેવા કેન્દ્રશાસિત પ્રદેશ ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી. જે દરમિયાન ગ્રામજનોને આયુષ્માન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)નો લાભ, ધિરાણ-સહાય, આરોગ્ય કેમ્પ, આંગણવાડી પોષણ કેમ્પ ઊભા કરીને યોજનાકીય લાભ અને માહિતી અપાઈ હતી.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી જનજાતિ બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર તાલુકાના ગામોમાં સરકારની યોજનાકીય માહિતી દ્ર્શ્ય અને શ્રાવ્ય રીતે અધિકારીઓએ આપી હતી. માનગઢ ધામ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોરે વીર શાહદતને વરેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. હતી. અહીં ગુરુ ગોવિંદ સહિત 1507 જેટલા શહીદોને યાદ કરી પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ આપી હવન પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો..

આ ઉપરાંત નર્મદા જિલ્લા ઉપરાંત દેડિયાપાડા તાલુકાના નિંઘટ અને નિવાલ્દા ગામે આ સંકલ્પ યાત્રામાં નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી ફ્લેગશીપ યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચાડી 100 ટકા લક્ષ્યાંકને હાંસલ કરવાના આશય સાથે આ યાત્રા આગળ વધી રહી છે. નર્મદા જિલ્લામાં આ યાત્રા કુલ 562 ગામોને આવરી લઈને નાગરિકોને ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાથી વાકેફ કરવાની સાથે નર્મદા જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના ભાવિ વિકાસનો રાજમાર્ગ પણ કંડારશે. કાર્યક્રમ સ્થળે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.


વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ડાંગ પહોંચ્યો. ત્યારે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા લોકોને યોજાનાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
CB/GP/JD
(Release ID: 1977749)