માહિતી અને પ્રસારણ મંત્રાલય
દાદરા નગર હવેલીમાં ખાનવેલમાં પહોંચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા
કેન્દ્રીય રાજયમંત્રી કૌશલ કિશોરે છેવાડાના વ્યક્તિ સુધી સરકારી યોજનાના ફળ પહોંચાડવાની કટિબ્ધતા દર્શાવી
प्रविष्टि तिथि:
22 NOV 2023 4:30PM by PIB Ahmedabad
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ખાનવેલમાં પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધતા કેન્દ્રીય રાજયમંત્રી કૌશલ કિશોરે સરકારની સિદ્ધિ વર્ણવી હતી. તેમણે છેવાડાના વ્યક્તિ સુધી સરકારી યોજનાઓના ફળ પહોંચાડવાની કટિબ્ધતા દર્શાવી હતી.

ખાનવેલ ખાતે આવેલી બીરસા મુંડા શાળાના પટાંગણમાં આયોજિત કાર્યક્રમમાં પધારેલા કેન્દ્રીય રાજ્ય મંત્રીનું આદિવાસી પરંપરા અનુસાર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખાનવેલ પંચાયત વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીયમંત્રી કૌશલ કિશોરે રથનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહક ટ્રોફી વિતરણ કરી હતી. યાત્રાની વિશેષ વાન અને પ્રચાર સાહિત્યનું નિરીક્ષણ કર્યું હતું.

કેન્દ્ર સરકારની યોજનાની જાણકારી આપવામાં માટે વિભાગ દ્વારા લગાવેલા કેમ્પની મુલાકાત લીધી હતી અને સ્વાસ્થ્ય વિભાગના સ્ટોલ પર તબીબી તપાસ કરાવી હતી.
CB /GP/JD
(रिलीज़ आईडी: 1978771)
आगंतुक पटल : 159