પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ પીઢ ગુજરાતી ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
27 NOV 2023 10:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પીઢ ગુજરાતી ફોટો પત્રકાર શ્રી ઝવેરીલાલ મહેતાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ લાંબી અને વિશિષ્ટ કારકિર્દીમાં ફોટો જર્નાલિઝમના ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કર્યું.
પ્રધાનમંત્રી શ્રીએ પોસ્ટ કર્યું હતું
"ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.
અખબાર જગતમાં લાંબી કારકિર્દી દરમિયાન ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...
ૐ શાંતિ...!!"
CB/GP/JD
(रिलीज़ आईडी: 1980279)
आगंतुक पटल : 151
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam