પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી સુનિલ ઓઝાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
29 NOV 2023 10:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરના પૂર્વ ધારાસભ્ય શ્રી સુનિલ ઓઝાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારતીય જનતા પાર્ટી અને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કર્યું. પ્રધાનમંત્રીએ વારાણસીમાં તેમના પ્રશંસનીય કાર્યને યાદ કર્યું.
શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું:
"ભાવનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાના નિધનના સમાચાર આઘાતજનક છે.
ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વિસ્તારમાં અને સમાજ સેવા ક્ષેત્રે એમનું યોગદાન સદાય યાદ રહેશે. વારાણસીમાં પણ સુનિલભાઈનું સંગઠનાત્મક કાર્ય સરાહનીય રહ્યું છે.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના…
ૐ શાંતિ….!!"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1980987)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam