માહિતી અને પ્રસારણ મંત્રાલય
તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ
સંકલ્પ રથ યાત્રામાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ એનાયત કરાયા
ગ્રામજનોએ ૨૦૪૭ સુધી 'વિકસિત ભારત' બનાવવા અંગેની પ્રતિજ્ઞા લીધી
Posted On:
12 DEC 2023 12:16PM by PIB Ahmedabad
3BBJ.jpeg)
નર્મદા જિલ્લાના ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ - રથયાત્રા ગામેગામ ભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપે ગરુડેશ્વરના લીમડી ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી માગતાભાઈ વસાવા અધ્યક્ષતામાં રથ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભો લેવા અનુરોધ કર્યો હતો.
HCJG.jpeg)
આ સંકલ્પ રથ યાત્રા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના વાગડીયા, લીમડી, વ્યાધર, દેવલીયા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ યાત્રામાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ એનાયત કરવામાં આવ્યા હતાં. મેરી કહાની, મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સફળતાની વાર્તાઓ રજૂ કરીને સૌને લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતાં. ધરતી કહે પુકાર અંતર્ગત મિશન મંગલમની બહેનો દ્વારા પ્રાકૃત્તિક ખેતી અપનાવી પર્યાવરણને બચાવવા અંગે નાટક પ્રસ્તુત કર્યું હતું.
QIQX.jpeg)
તાલુકા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે સરપંચશ્રીને “અભિલેખા” પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. ઉપરાંત કાર્યક્રમમાં જિલ્લા માહિતી વિભાગ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની માહિતી માટે લોકડાયરા રજૂ કર્યા હતા. આરોગ્ય કેમ્પમાં ટીબી સહિતની તપાસ કરવામાં આવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી, અને 2047 સુધી 'વિકસિત ભારત' બનાવવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંતે મહાનુભવોએ વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલનું નિદર્શન કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ-સદસ્યો, સરપંચશ્રી, આગેવાનશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અધિકારી-કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1985314)