યુવા બાબતો અને રમત મંત્રાલય
નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન, ગુજરાત રાજય દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત રાજયકક્ષાના યુવા ઉત્સવનો સમાપન સમારંભ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો
પોતાના સુવર્ણ ભવિષ્ય માટે સપના જોવા તે યુવાનોનો અધિકાર છે, કોઈપણ સપના અથાગ મહેનત વગર સાકાર થતા નથી: ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી
Posted On:
12 DEC 2023 6:10PM by PIB Ahmedabad
પોતાના સુવર્ણ ભવિષ્ય માટે સપના જોવા તે યુવાનોનો અધિકાર છે, પરંતુ કોઈ પણ સપના અથાગ મહેનત વગર સાકાર થતા નથી, તેવું આજરોજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલ રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં જણાવ્યું હતું.
9AJY.jpeg)
રાજ્ય કક્ષાના યુવા ઉત્સવના સમાપન સમારંભમાં ઉપસ્થિત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, એક સ્વપ્ન પૂર્ણ થયા બાદ જ બીજું સપનું જોવું જોઈએ. તેમણે યુવાનોને જીવનમાં સમય મળે ત્યારે માટી સાથે રમવાની રમત અવશ્ય રમવી જોઈએ. માટી સાથે રમત રમવાથી જીવનમાં શું શું ફાયદા થાય છે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી.
Z2FF.jpeg)
તેમણે યુવાનોને સમાજના નાના-મોટા કામોમાં હંમેશા સહભાગી બનવા અને કોઈપણ વ્યક્તિને મદદરૂપ થવા હંમેશા તત્પર રહેવા અપીલ કરી હતી. તેમણે યુવાનોને સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત કાર્ડ, ઉજ્વલા યોજના જેવી યોજનાઓની લોકોને સમજ આપી, આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તેવી મદદ કરીને પણ ઉમદા રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થઈ શકો છો, તેવું પણ જણાવ્યું હતું.
ચૂંટણી લડીને જ નેતા બની શકાય તેવું નથી, એવું કહી તેમણે ઉમેર્યું હતું કે, તમે જે ક્ષેત્રમાં કામ કરો છો, ત્યાં કોઈને મદદરૂપ થાવ, કોઈનું જીવન બદલી શકો અને કોઈ વ્યક્તિને સાચો માર્ગ બતાવી લોકોના દિલમાં સ્થાન મેળવી શકો તો આપ સાચા નેતા જ છો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ યુવાનોને પાસેથી તેઓ પોતાના જીવનમાં શું કરવા માંગે છે, એ વાતો તેમની પાસે જાણી હતી.યુવાનોને એક સપના સાકાર થયા પછી અટકી ન જવાની પણ અપીલ કરી હતી.
ગાંધીનગરના આંગણે યોજાયેલ બે દિવસીય રાજ્યકક્ષાના યુવા ઉત્સવમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ દિવ, દમણ અને સેલવાસમાંથી 600 જેટલા યુવાનો સહભાગી થયા હતા. બે દિવસ દરમિયાન યુવાનો માટે મોબાઈલ ફોટોગ્રાફી, વક્તૃત્વ, કાવ્ય લેખન અને ચિત્ર સ્પર્ધા સાથે ગ્રુપ ડાન્સ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે યુવાનોના જનરલ નોલેજ વધારવા માટે ચંદ્રયાન-3 વિષય ઉપર ક્વિઝ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.
સમાપન સમારોહમાં નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત રાજ્યના સ્ટેટ ડિરેક્ટર શ્રી મનીષાબેન શાહે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં કાવ્ય લેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન દાહોદ જિલ્લાની રાજવી કડિયા, દ્વિતીય સ્થાન ગાંધીનગરની આરતીબા ડોડીયા અને તૃતિય સ્થાન સાબરકાંઠાની પ્રેક્ષા ઝાલાએ પ્રાપ્ત કર્યું. ભાષણ સ્પર્ધામાં પ્રથમ સ્થાન ભાવનગરની ધ્વનિ રાજ્યગુરુ, દ્વિતીય સ્થાન સુરતની સોનલ પાંડે અને તૃતિય સ્થાન છોટા ઉદેપુરના મિહિર જયસવાળે પ્રાપ્ત કર્યું. મોબાઈલ ફોટોગ્રાફીમાં પ્રથમ સ્થાન સિલ્વાસના સંદીપ ઘલનાયક, દ્વિતીય સ્થાન અમરેલીના લાઠીયા હર્ષલ અને તૃતિય સ્થાન સુરતના સૂરજ મહારાજે પ્રાપ્ત કર્યું. પેંટિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પોરબંદરની દર્શિકા વારુ, દ્વિતિય સ્થાન નવસારીના દિરઘમ રાઠોડ અને તૃતિય સ્થાન મોરબીની યશવી પરમારે પ્રાપ્ત કર્યું. સામૂહિક સાંસ્કૃતિક સ્પર્ધામાં પ્રથમ સ્થાન અમરેલીના સુરગંગા નૃત્ય વિધ્યાલએ, દ્વિતીય સ્થાન સિલવાસાના ખાનવેલ ગ્રુપે અને તૃતિય સ્થાન ગાંધીનગરના પ્રારંભ કલાકુંભ ગ્રુપે પ્રાપ્ત કર્યું.
ભાષણ સ્પર્ધા, પેંટિંગ સ્પર્ધા, મોબાઈલ ફોટોગ્રાફી અને કાવ્ય લેખન સ્પર્ધાના પ્રથમ વિજેતાને 15000 રૂપિયા, દ્વિતીય વિજેતાને 7500 રૂપિયા અને તૃતિય વિજેતાને 5000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું અને સામૂહિક નૃત્ય કાર્યક્રમના પ્રથમ વિજેતાને 40000 રૂપિયા , દ્વિતીય વિજેતાને 25000 રૂપિયા અને તૃતિય વિજેતાને 15000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન, ગુજરાતના ડેપ્યુટી સ્ટેટ ડિરેક્ટર શ્રી દુષ્યત ભટ્ટ અને ગાંધીનગર જિલ્લાના અને ગુજરાત રાજ્યની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી ઉત્સાહભેર યુવાનો સહભાગી બન્યા હતા.
YP/GP/JD
(Release ID: 1985533)