માહિતી અને પ્રસારણ મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        અમે પહેલા કાચા મકાનમાં રહેતા હતા આજે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નવુ ઘર મળ્યું છે અને સુખેથી રહીએ છીએ: લાભાર્થી મારીવાડ નવીનભાઈ
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                13 DEC 2023 7:30PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરશે,ત્યારે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યકર્મો યોજાઈ રહ્યા છે. 

અરવલ્લીના માલપુરના જીતપુર ગામના લાભાર્થી મારીવાડ નવીનભાઈ જણાવે છે કે ;”કાચા મકાનમાં તકલીફ પડતી હતી પરિવાર માટે નવુ મકાન બનાવવું થોડું મુશ્કેલ હતું પરંતુ સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આજે અમે નવુ ઘર બનાવી શક્યા છીએ. અને આજે સુખેથી પરિવાર નિર્વાહન કરી રહ્યો છે તે માટે સરકારશ્રી અને પ્રધાનમંત્રીશ્રીનો ખૂબજ આભાર માનીએ છીએ. “
YP/JD
                
                
                
                
                
                (Release ID: 1986002)
                Visitor Counter : 105