ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે વીર બાલ દિવસ નિમિત્તે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગુરુદ્વારા શ્રી મોટી સંગત સાહિબ ખાતે નમન કરીને આશીર્વાદ લીધા
ગૃહમંત્રીએ કહ્યું કે, 'વીર બાલ દિવસ'ના દિવસે અહીં સત્સંગ સાંભળવો એ તેમના માટે એક મહાન સૌભાગ્ય છે
તેમના શહીદ દિવસને વીર બાલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના બલિદાનની ગાથા દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી છે
ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબજાદાઓએ નાની ઉંમરમાં ધર્મ અને સત્યની રક્ષા માટે આપેલું સર્વોચ્ચ બલિદાન આપણા સૌને યુગો સુધી પ્રેરણા આપતું રહેશે
શ્રી અમિત શાહે વીર બાલ દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદ સિંહજી અને માતા ગુજરીજીના ચાર સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ આપી
ચાર સાહિબજાદાઓ અને માતા ગુજરીએ બહાદુરીથી મુઘલોના ક્રૂર શાસનનો સામનો કર્યો અને ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરીને શહીદી પસંદ કરી
Posted On:
26 DEC 2023 4:15PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે વીર બાળ દિવસ નિમિત્તે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગુરુદ્વારા શ્રી મોટી સંગત સાહિબ ખાતે નમન કરીને આશીર્વાદ લીધા હતા. આ ઐતિહાસિક ગુરુદ્વારા ગુરુ નાનક દેવજી અને ગુરુ તેગ બહાદુરજીની સંગતથી ધન્ય છે.

X પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 'વીર બાલ દિવસ'ના દિવસે અહીં સત્સંગ સાંભળવો એ તેમના માટે એક મોટો લહાવો છે.

તેમણે કહ્યું કે ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબજાદાઓએ નાની ઉંમરમાં ધર્મ અને સત્યની રક્ષા માટે આપેલું સર્વોચ્ચ બલિદાન યુગો સુધી આપણને સૌને પ્રેરણા આપતું રહેશે.

X પોસ્ટ પરની અન્ય એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે વીર બાલ દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદ સિંહજી અને માતા ગુજરીજીના ચાર સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
શ્રી અમિત શાહે કહ્યું કે ચાર સાહિબજાદાઓ અને માતા ગુજરીએ હિંમતથી મુઘલોના ક્રૂર શાસનનો સામનો કર્યો અને ધર્મ પરિવર્તન કરવાનો ઈનકાર કરીને શહાદત વહોરી લીધી. તેમણે કહ્યું કે તેમની અજોડ હિંમત આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. શ્રી શાહે કહ્યું કે ચાર સાહિબજાદાઓના શહીદ દિવસને વીર બાલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના બલિદાનની ગાથા દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી છે.
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1990461)