આદિવાસી બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

તાપી જિલ્લાનો 'પીએમ-જનમન' કાર્યક્રમ વાલોડ તાલુકાના અંબાચ ગામ ખાતે યોજાયો:


આદિમ જૂથ વિસ્તારના ગામોમાં આરોગ્યલક્ષી આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવાં મોબાઇલ મેડીકલ યુનિટ વાનનું ફલેગ ઓફ મંત્રીશ્રી સહીત મહાનુંભાવોના હસ્તે કરવામાં આવ્યું

આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંવાદનો લાઇવ પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો

મહાનુભાવોના હસ્તે PVTG યોજનાના લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરાયા

Posted On: 15 JAN 2024 4:37PM by PIB Ahmedabad

ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત 'પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન' (પીએમ-જનમન) કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાનો કાર્યક્રમ, વાલોડ તાલુકાના અંબાચ ગ્રામ પંચાયત ગ્રાઉન્ડ ખાતે રાજય કક્ષાના વન અને પર્યાવરણ કલાઈમેટ ચેન્જ જળ સંપતિ, પાણી પુરવઠા, અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ રાજ્યોના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંવાદનો લાઇવ પ્રસારણ કાર્યક્રમને પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યો હતો.

અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, પીએમ જન-મન અભિયાન એટલે સરકારશ્રીની યોજનાઓનો લાભ ખાસ કરીને આદિમજૂથ લાભાર્થીઓને પોતાના જ ઘરઆંગણે મળી રહે તેવા શુભ આશયથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના સો જેટલા જિલ્લાઓમાં ખાસ ઝૂંબેશ તથા કેમ્પનો આરંભ કરાવ્યો હતો.

નરેન્દ્રભાઇ મોદી જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે સૌથી પહેલા નાગરિકોના બેંકમાં ખાતા ખોલાવ્યા હતા. જેના કારણે આજે વિવિધ યોજનાના લાભાર્થીઓને મળતી સહાયની રકમ ડીબીટી મારફત સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જેથી વચેટીયાઓની સમસ્યાઓથી સમગ્ર દેશને મુક્તિ મળી છે. તાપી જિલ્લામાં પીએમ જનમન અંતર્ગત 902 આદિમજુથના પીએમ જનધન યોજના અંતર્ગત નવા ખાતા ખોલવામાં આવ્યા છે. પીએમ આવાસ યોજના અંતર્ગત આદિમજુથના 479 લાભાર્થીઓને આવાસ મંજુર થયા, તથા 1521 લાભાર્થીઓને વિનામુલ્યે વિજ કનેકશન આપી 100 ટકા સિધ્ધિ હાંસલ કરી છે એમ ઉમેયું હતું. આ ઉપરાંત મંત્રીશ્રીએ હરતું ફરતું દવાખાનું,આધાર કાર્ડ, જાતીનો દાખલો, પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજના સહિત વિવિધ યોજનામાં સફળતા મેળવવા બદલ તાપી જિલ્લા તંત્રની સક્રિય કામગીરીની સરાહના કરી હતી.

આ સાથે મંત્રીશ્રીએ તાપી જિલ્લાના અંબાચ ગામના આદિમજૂથના ઉજ્જ્વલા યોજના, પીએમ આવાસ યોજના, વિજ કનેક્શન, બસ પાસ યોજનાના લાભાર્થી સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં તેમણે આયુષ્માન ભારત કાર્ડને સોનાની લગડી સમાન ગણાવી તાપી જિલ્લામાં 6 હજારથી વધુ આદિમજુથના નાગરિકોને આ કાર્ડ પીએમ જનમન અભિયાનમાં અપાયા છે. જેના  માટે સમગ્ર તાપી જિલ્લા તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. અંતે તેમણે આદિમજુથના  તમામ નાગરિકોને પોતે મજુરી કરતા છે તો પોતાના બાળકોને ભણાવી ગણાવી દેશનો જાગૃત નાગરિક બનાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં અતિથિ વિશેષરૂપે ઉપસ્થિત ૨૩-બારડોલી સાંસદશ્રી પરભુભાઈ એન. વસાવાએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત કાળમાં પ્રધાનમંત્રીશ્રીએ સૌથી ગરીબ સમાજ એવો આદિમજુથની ચીંતા કરી છે. આદિવાસીઓ માટે ખાસ બજેટ ફાળવી તેઓની ભણવાની, રોજગારીની, ઘર સહિત તમામ સુવિધા મળે તેવી ચિંતા કરી છે. આદિવાસી સમાજમાં પણ સૌથી વધારે ગરીબ અને વંચિત નાગરિકો તરીકે આદિજુથ છે ત્યારે તાપી જિલ્લામાં જરૂરિયાતમંદ એક એક જન સુધી આ યોજનાઓ પહોચાડીએ એ આપણા સૌની જવાબદારી છે એમ ઉમેર્યું હતું. તેમણે કોઇ પણ યોજનાથી આદિમજુથના નાગરિકો બાકાત ન રહે તે માટે આપણે કટીબદ્ધ બનીએ એમ અનુરોધ કર્યો હતો.

ધારાસભ્યશ્રી મોહનભાઈ ડી. કોંકણીએ પ્રાસંગિક સંબોધન  કરતા પીએમ જનમન યોજના અને આજના કાર્યક્રમ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. આજે કોઇ કાચા ઘરમાં ન રહે,દરેકને શિક્ષણ મળે, પીવા માટે ચોખ્ખુ પાણી, ઉચ્ચ કોટીની આરોગ્યની સુવિધા મળે એ સુનિશ્ચિત કરવાનું  કામ કેન્દ્ર અને રાજ્ય  સરકારે કર્યું છે. તેમણે દરેક વંચિત લાભાર્થીઓને જાગૃત બની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ એચ. ગામીતે પોતાના ઉદ્બોધન થકી સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. તેમણે વિકસિત ભારત યાત્રા થકી આદિવાસી બાંધવોની ચિંતા કરી કોઇ યોજનામાંથી તેઓ બાકાત ન રહે તે માટે જિલ્લા તંત્રના આયોજન થકી ગામે ગામ યાત્રા મોકલી હતી. એમ જણાવી આ યાત્રા થકી અનેક યોજનાના લાભો જગ્યા ઉપર જ મળ્યા છે.  

YP/JD


(Release ID: 1996262)