ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav

સ્માર્ટ ફૂડ ગ્રેઇન સ્ટોરેજ સિસ્ટમ વિકસિત ભારત @2047ની નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ તરફના એક પગલા તરીકે ઉદ્યોગમાં સ્થાનાંતરિત કરવામાં આવી

प्रविष्टि तिथि: 05 FEB 2024 12:47PM by PIB Ahmedabad

આઇઆઇઆઇટી-દિલ્હી ખાતે આયોજિત "ડિજિટલ ઇન્ડિયા ફ્યુચરલેબ્સ સમિટ 2024"ના શુભારંભ કાર્યક્રમ દરમિયાન સ્માર્ટ ફૂડ ગ્રેઇન સ્ટોરેજ સિસ્ટમ (SAFEETY) માટેની ટેકનોલોજી, જેમાં ટ્રેસેબિલિટી, ઓનલાઇન વજન અને ભેજના માપન માટે આરએફઆઇડી ધરાવતી અનાજની થેલીઓનું કન્વેયરાઇઝ્ડ લોડિંગ અને અનલોડિંગ સામેલ છે, જેમાં રેડિયો ફ્રિક્વન્સી આધારિત અનાજમાંથી ભેજ દૂર કરવા સાથે રેડિયો ફ્રિક્વન્સી આધારિત રિમૂવલ ઓફ મોઈશ્નેચરને એમઇઆઇટીવાયના નેજા હેઠળ SAMEER (સમીર) દ્વારા વિકસાવવામાં આવી છે. સિસ્ટમના ઉત્પાદન અને પુરવઠા માટે આ ટેકનોલોજી મેસર્સ પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી લિમિટેડને હસ્તાંતરિત કરવામાં આવી છે. આ સિસ્ટમ 40 મિનિટમાં લગભગ એક ટ્રકલોડ (આશરે વજન: 28 ટન) અનાજને સંભાળવાની ક્ષમતા ધરાવે છે.

ટેકનોલોજી હસ્તાંતરિત દસ્તાવેજોનું આદાન-પ્રદાન ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા જલ શક્તિ રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર, શ્રીમતી સુનિતા વર્મા, ઇએન્ડઆઇટીમાં જીસી સંશોધન અને વિકાસ; ડૉ. પી. એચ. રાવ, ડીજી-સમીર; શ્રી રાજેશ હર્ષ, સીઆઈ, સમીર, મુંબઈ; ડો. ઓમ કૃષ્ણસિંહ, વૈજ્ઞાનિક 'ડી', મેઈટી; શ્રી અમિત મહાજન, ડિરેક્ટર પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડ તથા સરકારમાં વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001L79P.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020P3X.jpg

સ્માર્ટ અનાજ સંગ્રહ પ્રણાલીનું ઉદઘાટન

માનનીય રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા SAFEETY સિસ્ટમના પ્રોટો મોડલનું પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડના ડિરેક્ટર શ્રી અમિત મહાજનને હસ્તાંતરણ

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2002589) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Telugu , Kannada