પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 10મી ફેબ્રુઆરીએ 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધિત કરશે


પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાઓ હેઠળ બનેલા સમગ્ર ગુજરાતમાં 1.3 લાખથી વધુ મકાનોનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે

પોસ્ટેડ ઓન: 09 FEB 2024 5:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 1 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત’ કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અને અન્ય આવાસ યોજનાઓ હેઠળ બાંધવામાં આવેલા 1.3 લાખથી વધુ મકાનોનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે.

આ કાર્યક્રમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 180થી વધુ સ્થળોએ યોજાશે, જેમાં મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ખાતે યોજાશે. રાજ્યવ્યાપી કાર્યક્રમમાં આવાસ યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓના હજારો લાભાર્થીઓની ભાગીદારી જોવા મળશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત સરકારના અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક કક્ષાના પ્રતિનિધિઓ પણ જોડાશે.

AP/GP/JD


(રીલીઝ આઈડી: 2004686) મુલાકાતી સંખ્યા : 243