પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી મોદીએ જળમગ્ન દ્વારકા શહેરમાં પ્રાર્થના કરી
Posted On:
25 FEB 2024 1:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઊંડા સમુદ્રમાં પાણીની અંદર જઈને દ્વારકા શહેર જ્યાં ડૂબી ગયું છે તે સ્થળે પ્રાર્થના કરી હતી. આ અનુભવ ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે દુર્લભ અને ગહન જોડાણ પ્રદાન કરે છે.
પીએમ મોદીએ દ્વારકાને શ્રદ્ધાંજલિ આપી, એક એવું શહેર જે તેની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા સાથે કલ્પનાઓને મોહિત કરે છે. પાણીની અંદર, તેમણે શ્રદ્ધાંજલિ તરીકે મોરપીંછ પણ અર્પણ કર્યાં.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું. ભગવાન શ્રી કૃષ્ણ આપણને સૌને આશીર્વાદ આપે.”
AP/GP/JD
(Release ID: 2008822)
Visitor Counter : 178
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam