પ્રધાનમંત્રીનું કાર્યાલય
મહિલા દિવસ પર, પ્રધાનમંત્રીએ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ.100નો ઘટાડો કરવાની જાહેરાત કરી
प्रविष्टि तिथि:
08 MAR 2024 8:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા દિવસ પર સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ.100નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે, ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં, કહ્યું;
“મહિલા દિવસના અવસર પર આજે અમે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 100 રુપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. જેનાથી નારી શક્તિનું જીવન આસાન થવાની સાથે જ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ હળવો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદગાર બનશે, જેનાથી સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય પણ યોગ્ય રહેશે.”
“આજે, મહિલા દિવસ પર, અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ.100નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે, ખાસ કરીને આપણી નારી શક્તિને ફાયદો થશે.
રાંધણ ગેસને વધુ સસ્તું બનાવીને, અમારો હેતુ પરિવારોની સુખાકારીને ટેકો આપવા અને તંદુરસ્ત વાતાવરણની ખાતરી કરવાનો પણ છે. આ મહિલાઓને સશક્તિકરણ અને તેમના માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2012547)
आगंतुक पटल : 285
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam