પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પીએમ સૂર્ય ઘરઃ મફત વીજળી યોજના માટે નોંધણી કરાવનાર એક કરોડથી વધારે કુટુંબોની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
16 MAR 2024 9:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ સૂર્ય ઘરઃ મફત વીજળી યોજના માટે નોંધણી કરાવનારા એક કરોડથી વધારે કુટુંબો પર આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:
ઉત્કૃષ્ટ સમાચાર!
"આ યોજનાની શરૂઆત થયાને લગભગ એક મહિનામાં જ 1 કરોડથી વધારે પરિવારોએ પીએમ સૂર્ય ઘરઃ મફત વીજળી યોજના માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.
દેશના તમામ ભાગોમાંથી નોંધણીઓ આવી રહી છે. આસામ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 5 લાખથી વધુ રજિસ્ટ્રેશન થયા છે.
જેમણે હજી સુધી નોંધણી કરાવી નથી, તેઓએ પણ વહેલી તકે તેમ કરવું જોઈએ.
pmsuryaghar.gov.in"
"આ પહેલ ઊર્જા ઉત્પાદન સુનિશ્ચિત કરવાની સાથે ઘરો માટે વીજળીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવાનું વચન આપે છે. તે મોટા પાયે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ (એલઆઈએફઈ)ને પ્રોત્સાહિત કરવા માટે સજ્જ છે, જે પ્લાનેટને વધુ સારું બનાવવા માટેનું યોગદાન પણ આપે છે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2015163)
आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam