પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેલ્જિયમના પ્રધાનમંત્રી એલેક્ઝાન્ડર ડી ક્રૂ સાથે વાત કરી
નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી
પ્રધાનમંત્રીએ પ્રથમ પરમાણુ ઊર્જા સમિટની સફળ યજમાની માટે PM ડી ક્રૂને અભિનંદન પાઠવ્યા
બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરી હતી
Posted On:
26 MAR 2024 4:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેલ્જિયમના પ્રધાનમંત્રી શ્રી એલેક્ઝાન્ડર ડી ક્રૂ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
પીએમએ PM ડી ક્રૂને તાજેતરમાં બ્રસેલ્સ માં પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટના સફળ આયોજન બદલ અભિનંદન આપ્યા.
બંને નેતાઓએ ભારત અને બેલ્જિયમ વચ્ચેના શ્રેષ્ઠ સંબંધોની સમીક્ષા કરી હતી. તેઓએ વેપાર, રોકાણ, સ્વચ્છ ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર્સ, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન હાઈડ્રોજન, આઈટી, સંરક્ષણ, બંદરો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી.
બંને નેતાઓએ યુરોપિયન યુનિયનની કાઉન્સિલની ચાલી રહેલી બેલ્જિયન પ્રેસિડેન્સી હેઠળ ભારત - EU વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી.
તેઓએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોની આપ-લે કરી. તેઓ પશ્ચિમ એશિયા ક્ષેત્ર અને રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિ અને સુરક્ષાની વહેલી પુનઃસ્થાપના માટે સહયોગ અને સમર્થન વધારવાની જરૂરિયાત પર સંમત થયા હતા.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2016389)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam