નાણા મંત્રાલય
નાણાકીય વર્ષ (FY) 2023-24 માટે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (કામચલાઉ) કેન્દ્રીય બજેટ અંદાજ કરતાં રૂ. 1.35 લાખ કરોડ એટલે કે 7.40% વધુ છે
નાણાકીય વર્ષ 2023-24 માટે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (કામચલાઉ) સુધારેલા અંદાજ કરતાં રૂ. 13,000 કરોડ વધુ છે
નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (કામચલાઉ) વર્ષ દર વર્ષ (Y-o-Y) 18.48%ની વૃદ્ધિ નોંધાવતા રૂ. 23.37 લાખ રુપિયા
નાણાકીય વર્ષ 2023-24 માટે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (કામચલાઉ) વર્ષ દર વર્ષ (Y-o-Y) 17.70%ની વૃદ્ધિ નોંધાવતા રૂ. 19.58 લાખ કરોડ રુપિયા
એકંદરે નાણાકીય વર્ષ 2023-24માં રૂપિયા 3.79 લાખ કરોડ રિફંડ માટે જારી કરવામાં આવ્યા હતા
Posted On:
21 APR 2024 1:01PM by PIB Ahmedabad
નાણાકીય વર્ષ (FY) 2023-24 માટે પ્રત્યક્ષ કર વસૂલાતના કામચલાઉ આંકડા દર્શાવે છે કે ચોખ્ખું કલેક્શન રૂ. 19.58 લાખ કરોડની જે અગાઉના નાણાકીય વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં રૂ. 16.64 લાખ કરોડ, જે 17.70%નો વધારો દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2023-24 માટેના કેન્દ્રીય બજેટમાં પ્રત્યક્ષ કરની આવક માટે બજેટ અંદાજ (BE) રુપિયા નક્કી કરાયું હતું. રૂ. 18.23 લાખ કરોડ હતા જે સુધારેલ હતા અને સુધારેલ અંદાજ (RE) રૂ. 19.45 લાખ કરોડ નક્કી કરાયા. કામચલાઉ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (રિફંડનું ચોખ્ખું) BE 7.40% અને RE 0.67% વટાવી ગયું છે.
નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રત્યક્ષ કરનું કુલ સંગ્રહ (કામચલાઉ) (રિફંડ માટે સમાયોજિત કરતા પહેલા) રૂ. 23.37 લાખ કરોડના ગ્રોસ કલેક્શન કરતાં 18.48%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2022-23માં 19.72 લાખ કરોડ.
નાણાકીય વર્ષ 2023-24માં ગ્રોસ કોર્પોરેટ ટેક્સ કલેક્શન (કામચલાઉ) રૂ. 11.32 લાખ કરોડ જે પાછલા વર્ષના 10 લાખ કરોડ રુપિયાના ગ્રોસ કોર્પોરેટ ટેક્સ કલેક્શન કરતાં 13.06% વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2023-24માં નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન (કામચલાઉ) રૂ. 9.11 લાખ કરોડ અને અગાઉના વર્ષના રૂ. 8.26 લાખ કરોડની ચોખ્ખા કોર્પોરેટ ટેક્સ કલેક્શન કરતાં 10.26%ની વૃદ્ધિ દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2023-24માં ગ્રોસ પર્સનલ ઈન્કમ ટેક્સ કલેક્શન (એસટીટી સહિત) (કામચલાઉ) રૂ. 12.01 લાખ કરોડ જે પાછલા વર્ષના રૂ. 9.67 લાખ કરોડના ગ્રોસ પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શન (એસટીટી સહિત) કરતાં 24.26%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2023-24માં નેટ પર્સનલ ઈન્કમ ટેક્સ કલેક્શન (એસટીટી સહિત) (કામચલાઉ) રૂ. 10.44 લાખ કરોડ અને અગાઉના વર્ષના રૂ. 8.33 લાખ કરોડના નેટ પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શન (એસટીટી સહિત) કરતાં 25.23%ની વૃદ્ધિ દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 3.79 લાખ કરોડ રિફંડ તરીકે જારી કરવામાં આવ્યા છે જે નાણાકીય વર્ષ 2022-23માં 3.09 લાખ કરોડના રિફંડ કરતાં 22.74%નો વધારો દર્શાવે છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2018420)