કોલસા મંત્રાલય
azadi ka amrit mahotsav

વીજળીની ઊંચી માગ છતાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની પર્યાપ્ત ઉપલબ્ધતા

प्रविष्टि तिथि: 01 JUN 2024 11:49AM by PIB Ahmedabad

વીજળીની અત્યંત ઊંચી માગ છતાં થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક 45 મેટ્રિક ટનથી વધુનો રહ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ 30 ટકા વધારે છે. સ્ટોક 19 દિવસની આવશ્યકતાને પહોંચી વળવા માટે પૂરતો છે. મે, 2024ના મહિના દરમિયાન, થર્મલ પાવર પ્લાન્ટના અંતમાં સરેરાશ દૈનિક ઘટાડો માત્ર 10,000 ટન રહ્યો છે. કોલસાના પુરવઠા માટે સરળ અને પર્યાપ્ત લોજિસ્ટિક વ્યવસ્થા સુનિશ્ચિત કરીને આ શક્ય બન્યું છે. ઊર્જા મંત્રાલય, કોલસા મંત્રાલય, રેલવે મંત્રાલય અને વીજળીનું ઉત્પાદન કરતી કંપનીઓનાં પ્રતિનિધિઓ ધરાવતું પેટાજૂથનું તંત્ર કાર્યક્ષમ સપ્લાય ચેઇન જાળવવામાં અસરકારક ભૂમિકા અદા કરી રહ્યું છે.

કોલસાના ઉત્પાદનનો ગ્રોથ ગયા વર્ષની સરખામણીએ 8 ટકાથી વધુ છે. ખાણના પિટ હેડનો સ્ટોક 100 મેટ્રિક ટનથી વધુ છે, જેના પરિણામે વીજ ક્ષેત્રને પૂરતો કોલસો મળે છે. રેલવે મંત્રાલયે રેલવે રેકની દૈનિક ઉપલબ્ધતા પર 9 ટકાની સરેરાશ વૃદ્ધિ સુનિશ્ચિત કરી છે. કોસ્ટલ શિપિંગ દ્વારા સ્થળાંતરમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે કારણ કે પરંપરાગત રીતે કોલસો ફક્ત પારાદીપ બંદર દ્વારા જ પરિવહન કરવામાં આવતો હતો. હવે કોલસાની લોજિસ્ટિક્સ નીતિ મુજબ યોગ્ય સંકલન હેઠળ, તે ધામરા અને ગંગાવરણ પોર્ટ દ્વારા પણ કોલસાને સ્થળાંતર કરવામાં પરિણમ્યું છે. રેલવે નેટવર્કમાં માળખાગત વૃદ્ધિએ સોન નગરથી દાદરી સુધીના રેકની ઝડપી ગતિમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેથી, ટર્નઅરાઉન્ડ ટાઇમમાં તેમાં 100%થી વધુનો સુધારો જોવા મળ્યો છે.

કોલસા મંત્રાલયે ચોમાસાની ઋતુમાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કમર કસી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 1 જુલાઈ 2024ના રોજ થર્મલ પાવર પ્લાન્ટમાં 42 એમટીથી વધુ કોલસા ઉપલબ્ધ રાખવામાં આવશે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2022419) आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Tamil