વિદ્યુત મંત્રાલય
શ્રી મનોહર લાલે વીજ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો
प्रविष्टि तिथि:
11 JUN 2024 11:38AM by PIB Ahmedabad
શ્રી મનોહર લાલે આજે શ્રમ શક્તિ ભવન ખાતે આવાસ અને શહેરી બાબતોના મંત્રીના તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત કેન્દ્રીય વીજ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. વીજ મંત્રાલયના સચિવ શ્રી પંકજ અગ્રવાલ સહિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ મંત્રીનું સ્વાગત કર્યું.

પૂર્વ ઉર્જા મંત્રી શ્રી રાજ કુમાર સિંહે પોતાના ઉત્તરાધિકારીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વીજ મંત્રાલયનાં રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ યેસો નાઇક પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

કેન્દ્રીય મંત્રીને વીજ મંત્રીના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી અને કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે દેશમાં વીજ પુરવઠાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક પણ લીધી હતી.

AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2023935)
आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam