રેલવે મંત્રાલય
કેન્દ્રીય રેલવે અને જલ શક્તિ રાજ્યમંત્રી શ્રી વી. સોમન્નાએ કાર્યભાર સંભાળ્યો
શ્રી વી. સોમન્નાએ વિકસિત ભારત માટે પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં રેલવેની ગતિ જાળવી રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી
Posted On:
11 JUN 2024 4:28PM by PIB Ahmedabad
કેન્દ્રીય રેલવે અને જલ શક્તિ રાજ્યમંત્રી શ્રી વી. સોમન્નાએ આજે રેલવે ભવનમાં કાર્યભાર સંભાળ્યો હતો. રેલવે બોર્ડનાં ચેરમેન અને સીઇઓ શ્રીમતી જયા વર્મા સિંહાએ રેલવેનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવે ભવન ખાતે એમનાં આગમન પર તેમનું સ્વાગત કર્યું હતું.

પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વી. સોમન્નાએ જણાવ્યું હતું કે, "હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને મારી પાર્ટીનો આભારી છું કે તેમણે મને મંત્રીમંડળની જવાબદારી સોંપી. છેલ્લાં 10 વર્ષમાં રેલવેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં નોંધપાત્ર વૃદ્ધિ અનુભવી છે."
શ્રી વી. સોમન્નાએ વધુમાં જણાવ્યું હતું કે, જેમ જેમ આપણે મોદી 3.0માં આગળ વધીશું, તેમ તેમ અમે રેલવેના વિકાસની ગતિ જાળવી રાખીશું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીના કુશળ માર્ગદર્શન હેઠળ કામ કરવાની અને રેલવે અને વિકસિત ભારતના વિકાસમાં પ્રદાન કરવાની ખુશી છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે સંયુક્તપણે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું અને અમે તેના માટે 24/7 કામ કરીશું."
કર્ણાટકના તુમકુર મતવિસ્તારથી લોકસભાના સાંસદ આ પહેલા રાજ્યમાં મંત્રી પદ પર રહી ચૂક્યા છે.
AP/GP/JD
(Release ID: 2024389)