સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કેન્દ્રીય સહકારિતા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો


સહકારિતા મંત્રાલય 'સહકાર સે સમૃદ્ધિ'ના મંત્રને અનુસરીને ખેડૂતોને સશક્ત બનાવીને ગ્રામીણ અને રાષ્ટ્રીય અર્થતંત્રને મજબૂત કરવાની દિશામાં કામ કરશે

સરકાર સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવીને તેમને નવી તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે

प्रविष्टि तिथि: 11 JUN 2024 7:01PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં અટલ અક્ષય ઊર્જા ભવનમાં સહકારિતા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

IMG_0043.JPG

કાર્યભાર સંભાળ્યા પછી શ્રી અમિત શાહે X પર પોસ્ટ કર્યું હતું કે, "સહકાર મંત્રાલય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 'સહકાર સે સમૃદ્ધિ'ના વિઝન મુજબ ખેડૂતોને સશક્ત બનાવીને ગ્રામીણ અર્થતંત્રની સાથે-સાથે દેશના અર્થતંત્રને મજબૂત કરવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે. અમારી સરકાર આ ક્ષેત્ર સાથે જોડાયેલા કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે અને સાથે-સાથે તેમને નવી તકો આપીને તેમને સહયોગના વિચારને સશક્ત બનાવે છે. આજે મને મોદી 3.0માં ફરીથી સહકાર મંત્રીનો હવાલો સંભાળવાનું સૌભાગ્ય મળ્યું છે."

IMG_0026.JPG

AP/GP/JD


(रिलीज़ आईडी: 2024483) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Telugu , Kannada , Malayalam