પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ ડૉ. એમ.એસ. વાલિયાથાનના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 19 JUL 2024 8:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્યસંભાળ અને તબીબી સંશોધન ક્ષેત્રના અગ્રણી ડૉ. એમ.એસ. વાલિયાથનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

સ્વાસ્થ્ય સંભાળ અને તબીબી સંશોધન ક્ષેત્રે અગ્રણી, ડૉ. એમ.એસ. વાલિયાથાનના નિધનથી દુઃખી છું. તેમના યોગદાનોએ અમીટ છાપ છોડી છે અને અસંખ્ય લોકોને લાભ આપ્યો છે. તેમને ખર્ચ-અસરકારક અને ઉચ્ચ ગુણવત્તાની નવીનતાઓ માટે ખાસ યાદ કરવામાં આવશે. તેઓ ભારતમાં તબીબી શિક્ષણ ક્ષેત્રને સુધારવામાં પણ મોખરે હતા. મારા વિચારો તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”

AP/GP/JD


(रिलीज़ आईडी: 2034521) आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam