પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે વાત કરી
પ્રધાનમંત્રી લક્સનને પ્રધાનમંત્રીને પુનઃચુંટાવા બદલ હાર્દિક અભિનંદન આપ્યા
બંને નેતાઓએ સંયુક્ત લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેના સંબંધોમાં રહેલા દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
તેઓ વેપાર, પશુપાલન, ફાર્માસ્યુટિકલ્સ, શિક્ષણ, અંતરિક્ષ અને અન્ય ક્ષેત્રોમાં સહકાર આગળ વધારવા માટે સંમત થયા
પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોના હિતોની સંભાળ રાખવા બદલ પ્રધાનમંત્રી લક્સનનો આભાર માન્યો. પ્રધાનમંત્રી લક્સને પ્રવાસી ભારતીયોની સુરક્ષા અને કલ્યાણનું આશ્વાસન આપ્યું
प्रविष्टि तिथि:
20 JUL 2024 2:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ ક્રિસ્ટોફર લક્સન સાથે ફોન પર વાત કરી.
પીએમ લક્સને ભારતમાં સામાન્ય ચૂંટણીઓ બાદ ફરીથી ચૂંટવા બદલ પ્રધાનમંત્રી મોદીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેના ગાઢ સંબંધો સાથે જોડાયેલા છે તેની નોંધ લેતા, બંને નેતાઓએ આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાની તેમની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને પક્ષો વચ્ચે હાલમાં જ થયેલા ઉચ્ચ-સ્તરના સંપર્કોથી ઉત્પન્ન ગતિને ઉજાગર કરતા, તેમણે વેપાર અને આર્થિક સહયોગ, પશુપાલન, ફાર્માસ્યુટિકલ્સ, શિક્ષણ, અંતરિક્ષ સહિતના વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર લાભદાયી દ્વિપક્ષીય સહકારને આગળ વધારવા સંમત થયા હતા.
પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડમાં ભારતીય પ્રવાસીઓના હિતોની સંભાળ રાખવા બદલ પ્રધાનમંત્રી લક્સનનો આભાર માન્યો હતો. પીએમ લક્સને પ્રવાસી ભારતીયોની સુરક્ષા અને સુખાકારી માટે સતત પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા અંગે સહમતિ વ્યક્ત કરી હતી.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2034608)
आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam