ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવ્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના #હરઘર તિરંગા અભિયાન હેઠળ સમગ્ર દેશ ત્રિરંગો બની રહ્યો છે
આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવીને તેમણે દેશની આઝાદી માટે સર્વસ્વ બલિદાન આપનાર વીરોને યાદ કર્યા
કરોડો દેશવાસીઓની એકતા, વફાદારી અને ગૌરવના પ્રતીક તરીકે ત્રિરંગો હંમેશ માટે લહેરાતો રહેશે.
प्रविष्टि तिथि:
14 AUG 2024 11:27AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવ્યો હતો.
તિરંગો ફરકાવ્યા બાદ, 'X' પર તેમની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના #HarGharTiranga અભિયાન હેઠળ સમગ્ર દેશ તિરંગો બની રહ્યો છે. આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાવીને તેમણે દેશની આઝાદી માટે સર્વસ્વ બલિદાન આપનાર વીરોને યાદ કર્યા. કરોડો દેશવાસીઓની એકતા, વફાદારી અને ગૌરવના પ્રતીક તરીકે ત્રિરંગો હંમેશ માટે લહેરાતો રહેશે.
AP/GP
(रिलीज़ आईडी: 2045084)
आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada