માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ડીસા ખાતે આયોજિત “ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ " નિમિત્તે બે દિવસથીય ફોટો પ્રદર્શનને ખુલ્લુ મૂકતા ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી
प्रविष्टि तिथि:
14 AUG 2024 7:49PM by PIB Ahmedabad
ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ“ નિમિતે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસાના સાંસ્કૃતિક હોલ ખાતે બે દિવસીય ફોટો પ્રદર્શનને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

“દેશના વિભાજન સમયે હિંસા અને તિરસ્કારની છાયામાં વિસ્થાપિત થયેલા આપણા અસંખ્ય બહેનો અને ભાઈઓના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનની યાદમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી એ 14 ઓગસ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે." આ પ્રસંગને દેશ ના જનમાનસને આ ઘટનાથી વાકેફ કરાવવા તેમજ આ કરૂણ ઘટનાનો ભોગ બનેલ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એ દિવસ માટે આયોજિત આ ફોટો પ્રદર્શન કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર બ્યુરો,પાલનપુર દ્વારા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની વિવિધ કોલેજોના સહયોગથી તેમજ ડીસા શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ બિનસરકારી સંસ્થાઓને સાથે રાખી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,સાયન્સ કોલેજ તેમજ બી.સી.એ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિ નૃત્ય સ્પર્ધા, દેશ ભક્તિ નાટક , એકપાત્રી અભિનય સ્પર્ધા, ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.સી.સી ગ્રુપ તેમજ રાષ્ટ્રિય સેવા યોજના દ્વારા “ હર ઘર તિરંગા “ રેલી, કે.બી અગ્રવાલ હાઇસ્કુલ ડીસા ખાતે ચિત્ર સ્પર્ધા, ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસાના ઉપક્રમે એન્જલ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા સમૂહ ગાન સ્પર્ધા, કેસર ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા સમુહ ગાન સ્પર્ધા અને એન્જલ સ્કૂલના વિદ્યાર્થી વિનાયક ઠક્કર દ્વારા દેશભક્તિ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા સૌ વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા યુવા પરિવાર દ્વારા વિશે અનુરૂપ નાટીકા પ્રસ્તુત કરવામાં આવી હતી

આ પ્રસંગને સંબોધતા ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે “વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ“ નિમિત્તે દેશના ભાગલાની આ કરુણ અને દુઃખદ ઘટનાને યાદ કરતા આપણે એમાં વિસ્થાપિત થયેલા લાખો નાગરિકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથે જ આજના યુવાઓને અપીલ કરીએ છીએ કે ભારત દેશના સાર્વભૌમત્વ અને એકતા ને જાળવી રાખવા માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈ દેશ ના વિકાસ, સમૃદ્ધિ તેમજ સુખાકારી માટે પ્રણ લઈએ. આ સાથે તેમણે નશામુક્ત ભારત માટે “ વિકસિત ભારતનો મંત્ર, ભારત થાય નશાથી સ્વતંત્ર “ અંતર્ગત ઉપસ્થિત સૌ દર્શકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં આમંત્રિત “ પદ્મશ્રી ગેનાજીભાઈ પટેલે “ વિષય અનુરૂપ વાત કરતા ખેતી ક્ષેત્રે તેમજ જાહેર જીવનમાં તેઓએ મેળવેલી સફળતા ની વાત દર્શકો સમક્ષ રજૂ કરી હતી આ સાથે તેઓએ રાષ્ટ્ર નિર્માણમાં એક યુવા વિદ્યાર્થીનું કેવી રીતે યોગદાન હોઈ શકે છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી અને તેઓના વિદ્યાર્થી જીવનના પ્રસંગોને વાગોળ્યા હતા, કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા મોમેન્ટો આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. “ વિભાજન વિભિસિકા સ્મૃતિ દિવસ “ અંતર્ગત ડીએનપી કોલેજમાં યોજાયેલ ફોટો પ્રદર્શનની કોલેજના લગભગ 6000 વિદ્યાર્થીઓએ તેમજ સંસ્થાની હાઈસ્કૂલ અને ડીસા શહેરની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા લગભગ 10,000 ઉપર વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી,

આ ઉપરાંત ડીસા શહેરના નાગરિકો એ પણ આ ફોટો પ્રદર્શનની મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં “ હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત તિરંગા રેલી તેમજ હર ઘર તિરંગા સેલ્ફી અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનું મોટી સંખ્યા માં ભાગ લીધો હતો. કાર્યક્રમ આયોજનમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ના નિર્દેશક છગનભાઈ પટેલ, ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય શ્રી રાજુભાઈ રબારી, પ્રોફેસર તેજસ આઝાદ, ડો. તૃપ્તિ પટેલ પ્રોફેસર દિવ્યા જી પિલ્લઈ તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો. મિત્તલ વેકરીયા ઉપરાંત ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના પ્રમુખ શ્રી દિનેશભાઈ ઠક્કર તેમજ પૂર્વ બીઆરસી કો ઓર્ડીનેટર અને મંત્રીશ્રી પ્રવીણભાઈ સાધુ ના અભૂતપૂર્વ સહયોગ બદલ રિજનલ ફિલ્ડ ઓફિસર શ્રી જે ડી ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો હતો.

AP/GP/JD
(रिलीज़ आईडी: 2045406)
आगंतुक पटल : 155