પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પેરિસ ઓલિમ્પિકમાં ગયેલો દરેક ખેલાડી ચેમ્પિયન છેઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી


પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ટુકડી સાથે વાતચીત કરી

प्रविष्टि तिथि: 15 AUG 2024 5:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પેરિસ ઓલિમ્પિકમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય ટુકડી સાથે વાર્તાલાપ કર્યો. નવી દિલ્હીમાં તેમની સાથે મુલાકાત કરતી વખતે, શ્રી મોદીએ રમતગમતના તેમના અનુભવો સાંભળ્યા અને રમતના ક્ષેત્રમાં તેમના પરાક્રમની પ્રશંસા કરી.

શ્રી મોદીએ કહ્યું કે પેરિસ ગયેલા દરેક ખેલાડી ચેમ્પિયન છે. ભારત સરકાર રમતગમતને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને ઉચ્ચ-ગુણવત્તાવાળી રમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે તેની ખાતરી કરશે.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમા, પ્રધાનમંત્રીએ કહ્યું;

પેરિસ ઓલિમ્પિકમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય ટુકડી સાથે વાતચીત કરીને આનંદ થયો. રમતોમાંથી તેમના અનુભવો સાંભળ્યા અને રમત ક્ષેત્રે તેમના પરાક્રમની પ્રશંસા કરી.

પેરિસ ગયેલા દરેક ખેલાડી ચેમ્પિયન છે. ભારત સરકાર રમતગમતને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને એ સુનિશ્ચિત કરશે કે ઉચ્ચ-ગુણવત્તાવાળી રમતગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે."

AP/GP/JD


(रिलीज़ आईडी: 2045672) आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Bengali , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Assamese , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam