સંરક્ષણ મંત્રાલય
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે મેમ્ફિસમાં રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી
ભારતીય સમુદાય સાથેની વાતચીત સાથે પોતાની યુએસ મુલાકાતનું સમાપન કર્યું
તેમને ભારત અને યુએસ વચ્ચેના ગાઢ સંબંધો અને સદ્ભાવનાને પ્રોત્સાહન આપનારા ‘જીવન સેતુ’ તરેક વર્ણવે છે
Posted On:
26 AUG 2024 9:58AM by PIB Ahmedabad
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 25 ઓગસ્ટ, 2024ના રોજ તેમના યુએસ પ્રવાસના છેલ્લા દિવસે ટેનેસીના મેમ્ફિસમાં રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી અને ભારતીય સમુદાય સાથે વાર્તાલાપ કર્યો. નેશનલ સિવિલ રાઈટ્સ મ્યુઝિયમ 17મી સદીથી લઈને અત્યાર સુધીના અમેરિકામાં નાગરિક અધિકાર ચળવળના ઈતિહાસને દર્શાવે છે અને તે 1968માં માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાના સ્થળની આસપાસ બાંધવામાં આવ્યું છે. તેમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પણ છે, અહિંસક સંઘર્ષ માટે તેમની પ્રેરણાને દર્શાવે છે.
મેમ્ફિસ, એટલાન્ટા, નેશવિલ અને અન્ય નજીકના વિસ્તારોમાંથી ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરતા શ્રી રાજનાથ સિંહે સમુદાયના સભ્યોની સિદ્ધિઓ અને સમાજ, વિજ્ઞાન અને અર્થતંત્રમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે તેમને ભારત અને યુએસ વચ્ચેના 'જીવંત પુલ' તરીકે ગણાવ્યા, જે ગાઢ સંબંધો અને સદ્ભાવનાને પ્રોત્સાહન આપે છે.
રક્ષા મંત્રીએ મહાત્મા ગાંધીનું પ્રદર્શન સ્થાપિત કરવા અને 2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની નજીક બે માનદ 'ગાંધી વે' સ્ટ્રીટ સિગ્નલ લગાડવામાં ભારતીય સમુદાયના પ્રયાસોની પણ પ્રશંસા કરી. પોતાની અમેરિકી યાત્રાના આ અંતિમ કાર્યક્રમમાં, શ્રી રાજનાથ સિંહે છેલ્લા દાયકામાં ભારતની વિકાસની વાર્તા અને આશાસ્પદ ભવિષ્ય સાથેની અપાર સંભાવનાઓને રેખાંકિત કરી હતી.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2048846)