પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ લાભાર્થીઓ અને જન ધન યોજનાને સફળ બનાવવા માટે કામ કરનાર તમામને અભિનંદન આપ્યાં
જન ધન યોજના નાણાકીય સમાવેશને વધારવા અને કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનોને ગૌરવ અપાવવામાં સર્વોપરી રહી છેઃ પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
28 AUG 2024 9:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જન ધન યોજનાની 10મી વર્ષગાંઠ નિમિત્તે, નાણાકીય સમાવેશ પર તેની મહત્વપૂર્ણ પ્રભાવની ઉજવણી કરી. પ્રધાનમંત્રીએ તમામ લાભાર્થીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા અને આ યોજનાને સફળ બનાવનારનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે જન ધન યોજના નાણાકીય સમાવેશને વધારવા અને કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને ગૌરવ અપાવવામાં સર્વોપરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“આજે અમે એક મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરીએ છીએ- #10YearsOfJanDhan. તમામ લાભાર્થીઓને અભિનંદન અને આ યોજનાને સફળ બનાવવા માટે કામ કરનાર તમામને અભિનંદન. જન ધન યોજના નાણાકીય સમાવેશને વધારવા અને કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને ગૌરવ અપાવવામાં સર્વોપરી રહી છે."
“આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે – #10YearsOfJanDhan. આ અવસર પર હું તમામ લાભાર્થીઓને મારી શુભકામનાઓ પાઠવું છું. આ યોજનાને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરનાર તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. "જન ધન યોજના કરોડો દેશવાસીઓને, ખાસ કરીને આપણા ગરીબ ભાઈ-બહેનોને આર્થિક રીતે સશક્તિકરણ કરવામાં અને તેમને સન્માન સાથે જીવન જીવવાની તક આપવામાં સફળ રહી છે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2049254)
आगंतुक पटल : 197
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam